Wednesday, September 25, 2024

ટંકારા તાલુકા કક્ષાનો ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ માટે કારકિર્દીલક્ષી સેમિનાર યોજાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ટંકારા : આજરોજ તા. 4 જૂનના રોજ ટંકારા મુકામે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ પ્રેરિત અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી મોરબી તથા મહર્ષિ દયાનંદ શાળા વિકાસ સંકુલ ટંકારા દ્વારા આયોજિત ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે કારકિર્દીલક્ષી મહત્વપૂર્ણ માર્ગદર્શન માટેનો ટંકારા તાલુકા કક્ષાનો એક કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમ ઓનલાઈન અને ઓફલાઈન બંને મોડમાં યોજવામાં આવ્યો હતો જેમાં ઓનલાઈન મોડથી મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીના શુભેચ્છા સંદેશ અને વિવિધ વિભાગના તજજ્ઞો દ્વારા વિદ્યાર્થીઓને કારકિર્દીલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની શરૂઆતમાં મહર્ષિ દયાનંદ શાળા વિકાસ સંકુલ ટંકારાના સંયોજક આર.પી. મેરજાએ સ્વાગત કર્યું હતું. આજના ઓફલાઈન કાર્યક્રમમાં ધોરણ 10 અને 12 પછી શું તે વિષય પર તજજ્ઞ તરીકે પ્રશાંતભાઈ પરમાર અને આઈટીઆઈ સંબંધિત અભ્યાસક્રમો વિશે ડી.એસ. દોશીએ જાણકારી આપી હતી.

આજના કાર્યક્રમમાં તાલુકા પંચાયત ટંકારાના પ્રમુખ પુષ્પાબેન પ્રભુલાલ કામરીયા કાર્યક્રમના અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહ્યા હતા અને તમામ વિદ્યાર્થીઓને ઉચ્ચ કારકિર્દી પસંદ કરી પુરુષાર્થ થકી જીવન સફળ બનાવો તેવો શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો જયારે જિલ્લા શિક્ષણાધિકારી બી એમ સોલંકીએ કહ્યું હતું કે, આજે વિશ્વમાં જ્ઞાનની સાથે સાથે વિશિષ્ટ કૌશલ્યની ખૂબ જરૂર છે ત્યારે આજના વિદ્યાર્થીઓને તેમની મહત્વપૂર્ણ બોર્ડની પરીક્ષા બાદ ક્યાં ક્ષેત્રે આગળ વધવું તે ખૂબ જ મહત્વનું બની રહે છે.

જીલ્લા પંચાયતના સદસ્યો અશોકભાઈ ચાવડા, ભુપતભાઈ ગોધાણી, જિલ્લા શિક્ષણાધિકારી બી એમ સોલંકી, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી દિનેશભાઈ ગરચર, મદદનીશ શિક્ષણ નિરીક્ષક ભાવેશભાઈ ભાલોડીયા, આગેવાન પ્રભુલાલ કામરિયા, ડાયાલાલ ડાંગર, મોરબી જિલ્લા આચાર્ય સંઘના હોદ્દેદારો અધ્યક્ષ લાલજીભાઈ કગથરા અને પ્રમુખ સુરેશભાઈ સરસાવડીયા, ટંકારા તાલુકા સ્વ નિર્ભર શાળા સંચાલક મંડળના હોદ્દેદારો પ્રમુખ યોગેશભાઈ ઘેટીયા અને મંત્રી વિજયભાઈ ભાડજા તેમજ ટંકારાની સરકારી આઈટીઆઈના આચાર્ય અઘારા, ગ્રાન્ટેડ આઈટીઆઈના આચાર્ય વાઘેલા, બીઆરસી કલ્પેશભાઈ ફેફર તેમજ તાલુકાની શાળાના આચાર્યો, શિક્ષકો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈઓ-બહેનો વાલીગણ સાથે ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમના અંતે આભારવિધી, મદદનીશ શિક્ષણ નિરીક્ષક ભાવેશભાઈ ભાલોડિયાએ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન એસ.વી.એસ. સંયોજક આર પી મેરજાએ કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે એમ.પી દોશી વિદ્યાલયના આચાર્ય વી.એ. ખાંભલા તથા ન્યુ વિઝન શાળાના સંચાલક અને એસ.વી.એસ. સહસયોજક દિલીપભાઈ બારૈયા તેમજ નેકનામ હાઈસ્કૂલના ટી.પી.કોટડીયા, હરેશભાઈ ભાલોડિયા તેમજ રમેશભાઈ ભુંભરીયાએ જહેમત ઉઠાવી હતી.

 

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર