Sunday, September 22, 2024

ટંકારા ખાતે જીગ્નેશ મેવાણીનાં સમર્થનમાં આવેદનપત્ર આપવામાં આવ્યું

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

વડગામના ધારાસભ્ય અને દલિત સમાજના લડાયક યુવા નેતા જીજ્ઞેશભાઈ મેવાણીની આસામ પોલીસે ગેરબંધારણીય રીતે કરેલી ધરપકડના વિરોધમાં આજે ટંકારા તાલુકા પંચાયત સદસ્ય જેન્તીભાઈ સારેસા અને તાલુકાના દલિત સમાજના લોકોએ ટંકારા મામલતદારને લેખિત રજૂઆત કરી આવેદનપત્ર પાઠવ્યું હતું

આવેદનપત્રમા જણાવ્યું હતું કે જીજ્ઞેશ મેવાણી અનુ. જાતિ ના હોય સમાજના નેતૃત્વને ડરાવવા અને દબાવવા ભાજપ સરકાર પ્રયાસ કરે છે પરંતુ આ લોકશાહી દેશમાં આવી તાનાશાહી અને હિટલર શાહી ચલાવી નહી લેવાઈ તાકીદે કેસ પાછો ખેંચી રીહા કરવા માટે અંતમાં જણાવી જો આમ કરવામાં નહી આવે તો ના છુટકે રસ્તા ઉપર ઉતરી ન્યાય માટે લડતના મંડાણ કરવાની ચિમકી ઉચ્ચારી હતી.
આવેદન આપતી વેળાએ જેન્તીભાઈ સારેસા, તાલુકા પંચાયત સદસ્ય ટંકારા, હેમંતભાઇ ચાવડા, પ્રવિણભાઈ ચૌહાણ, દિનેશભાઈ ગોહિલ, ચમનભાઈ ચાવડા, દિલીપભાઇ મકવાણા, છગનભાઈ ચૌહાણ, જીવરાજભાઈ રાણા, રમેશભાઈ વરણ, નરશીભાઈ વરણ, રમેશભાઈ ચાવડા, વિનોદભાઈ ઘુનડા, રાહુલભાઈ ચૌહાણ, ભાવેશ સોલંકી, પ્રવિણ જાદવ, લાલજી વરણ, કેતન ચૌહાણ, સહિતના ઉપસ્થિત રહ્યા હતા

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર