Friday, November 22, 2024

જોધપર હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર હેઠળના ગામોમાં ઈન્ડોર રેસિડયૂલ્સ સ્પ્રેની કામગીરી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી : મોરબી તાલુકાના જોધપર (નદી) હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર હેઠળના ગામોમાં આજે સોમવારે ઈન્ડોર રેસિડયૂલ્સ સ્પ્રેની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં લાલપર આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ જોડાયા હતા.

આગામી દિવસોમાં વરસાદની સિઝન શરૂ થવાની હોય ત્યારે એ સમય દરમિયાન મચ્છરનો ઉપદ્રવ વધી જતો હોય છે જેનાથી ડેન્ગ્યુ, ચિકનગુનિયા, મેલેરીયા જેવા મચ્છરજન્ય રોગો ફેલાવવાની શક્યતાઓ ખુબ જ વધી જતી હોય છે જેના નિવારણ માટે જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જે.એમ. કતીરા, જિલ્લા મેલેરિયા અધિકારી ડો. ચેતન વારેવડીયાની સૂચનાથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લાલપરના એમ. ઓ. ડો. હિરેન વાંસદડીયાના માર્ગદર્શન હેઠળ આજે સોમવારે મેલેરિયાગ્રસ્ત ગામોમાં IRS (ઈન્ડોર રેસિડયૂઅલ્સ સ્પ્રે) ની કામગીરી હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર જોધપર(નદી) ના તાબાના ગામોમાં કરવામાં આવી હતી.

આ કામગીરીમાં લાલપર આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ જેમ કે, સુપરવાઈઝર દીપકભાઈ વ્યાસ, અંજુબેન જોશી, દિલીપભાઈ દલસાણીયા, પંકજ ગોરાણી, પિંકલબેન પરમાર, હંસાબેન ઉભડિયા સહિતના જોડાયા હતા તેમજ વધુમાં વધુ ગ્રામજનો પોતાના ઘરમાં આ સ્પ્રેનો છંટકાવ કરે એ માટે સરપંચ હંસાબેન સુરેલાએ પોતાના ઘરથી શરૂઆત કરી હતી તેમજ ઉપસરપંચ જયેશભાઈ હોથી દ્વારા ગામજનોને આ દવાનો છંટકાવ કરવા અપીલ કરી હતી.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર