Sunday, September 22, 2024

જુનાઘાંટીલા ગામના પરિવારે દીકરીના જન્મદિવસ નિમિત્તે પક્ષીઘર-પાણીના કુંડા વિતરણ કર્યા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

‌”પંછી પાની પીને સે ધટે નહીં સરીતા નીર
ધર્મ કરે ધન ના ધટે સહાય કરે રધુવિર”

માળીયા મિંયાણાના જુનાઘાંટીલા ગામે આજ રોજ તા.30 ને શનિવારે દેત્રોજા પરીવારે વ્હાલસોય દિકરી પુર્વાના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી હતી જુનાઘાંટીલા ગામે રહેતા પર્યાવરણ અને પક્ષીપ્રેમી વિજયભાઈ દેત્રોજાની લાડકી દિકરી પુર્વાનો આજે જન્મદિવસ છે આજે ૬ વર્ષ પુર્ણ કરીને સાતમાં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે ત્યારે વિજયભાઈએ પોતાની વ્હાલસોય દિકરી પુર્વાના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવાની સાથે જન્મદિવસને યાદગાર બનાવવા ૪૦૦ જેટલા ચકલીઘર ૩૦૦ જેટલા ચણ માટેના સ્ટેન્ડ ૩૫૦ જેટલા પાણીના કુંડાનુ વિતરણ કર્યું હતું  આ પ્રસંગે મહેશભાઈ પારજીયા અને મોરબી કોંગ્રેસ યુથ પ્રમુખ સંદીપભાઈ કાલરીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા જેમના હસ્તે ચકલાઘર સહીતનુ વિતરણ કરવામાં આવ્યું હતુ તેમજ જુનાઘાંટીલા ગામના સરપંચ ઉમેશ જાકાસણીયા સહીત બહોળી સંખ્યામાં લોકો આ તકે ઉપસ્થિત રહ્યા હતા

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર