મોરબી શહેર અને જીલ્લામાં ગેરકાયદેસર હથિયારોની હેરાફેરી વધી ગઈ છે ત્યારે પોલીસ ટીમો પણ સતત કાર્યવાહી કરી આવા ઇસમોને ઝડપી રહી છે
મોરબી એસઓજી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન જુના બસ સ્ટેન્ડ પાછળ શેરીમાં એક ઇસમ ગેરકાયદેસર હથિયાર સાથે હોવાની બાતમી મળતા ટીમે સ્થળ પર તપાસ ચલાવી હતી જેમાં આરોપી યાસીન ઉર્ફે બાબરી સીદીક ગંઢાંર રહે જામનગર વાળાને ગેરકાયદેસર પિસ્ટલ નંગ ૦૧ કીમત રૂ ૧૦ હજાર સાથે ઝડપી લીધો હતો અને આરોપી હથીયાર સાજીદ અજીજ બ્લોચ રહે ચંદ્રપુર વાંકાનેર વાળા પાસેથી મેળવ્યાની કબુલાત આપી હતી જેથી બંને આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટ મુજબ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
મોરબીની માધાપરવાડી શાળામાં બેગલેસ ડે નિમિત્તે બાળકોએ વી.કે.જાદુગરનો શો માણ્યો
મોરબી: વર્તમાન સમયમાં વિદ્યાર્થીઓને ફક્ત ચોક અને ટોક દ્વારા જ શિક્ષણ નથી આપવાનું પણ બાળકોની પંચેન્દ્રિયનો વિકાસ થાય એ માટે વિદ્યાર્થીઓને અનુભવજન્ય એજ્યુકેશન આપવાનું છે. એ માટે શૈક્ષણિક વર્ષ દરમ્યાન ટેન બેગલેસ ડે નો સમાવેશ કરવામાં આવ્યો છે.
એમાં વિદ્યાર્થીઓને ફિલ્ડ...
મોરબી જિલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિ મોરબી તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.પવનકુમાર શ્રીવાસ્તવનાં સીધા માર્ગદર્શન હેઠળ તાલુકા હેલ્થ કચેરી માળીયા, તથા GMERS મેડીકલ કોલેજ મોરબી તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરવડના સહયોગથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરવડ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ બ્લડ ડોનેશન કેમ્પને સરવડ પંચાયતના સરપંચ,...
મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં વહીવટી સરળતા માટે તેમજ લોકોના કામનો ઝડપી નિકાલ થાય. તેમજ લોકોને પોતાના વિસ્તારથી નજીકમાં સુવિધાઓ મળી રહે તે માટે મોરબી મહાનગરપાલિકાને ૨ ઝોનમાં વિભાજીત કરવાનું નક્કી કરેલ છે.
તેથી મોરબી મહાનગરપાલિકા વિસ્તારને પૂર્વ ઝોન તેમજ પશ્ચિમ ઝોન તરીકે વહેચણી કરવામાં આવે છે પૂર્વ ઝોનની ઓફીસ રેઇન બસેરા,...