ગુજરાત ની સૌથી 108 ફુટ ઉંચી હનુમાનજી ની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે
તા 8થી16 સુધી રામકથાનું આયોજન
અનેક સંતો મહંતો અને રાજકીય મહાનુભાવો ઉપસ્થિત રહેશે
મોરબી નજીક આવેલા ખોખરા હનુમાનજી હરિહરધામ બેલા ખાતે હનુમાનની વિશાળ મહાકાય 108 ફૂટ ઊંચી પ્રતિમાનું આવતીકાલે શુક્રવારના રોજ અનાવરણ કરવામાં આવશે. આ વિશાળ પ્રતિમાના અનાવરણ નાં શુભ અવસર પર શ્રી રામકથાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.આ અવસરે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ખાસ હાજરી આપશે.તેમજ રામકથાના શુભારંભે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું છે
ગુજરાતની સૌથી ઊંચી વિશાળ મહાકાય હનુમાનજી 108 ફુટ ઊંચાઈ ધરાવતી પ્રતિમા ખોખરા હનુમાનજી હરિહરધામ બેલા,મોરબી મુકામે નિર્માણ પામેલ છે.ખોખરા હનુમાન હરિહરધામ ખાતે 108 ફુટ ઊંચી હનુમાનજી મહારાજની પ્રતિમાના અનાવરણ અવસર પર આયોજીત રામકથા શુભારંભ પ્રસંગે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી તથા વર્તમાન સમયના ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ ખાસ ઉપસ્થિત રહેશે.પ્રતિમાના અનાવરણ અવસર પર તા. 8 થી 16 એપ્રિલ સુધી રામકથાનું આયોજન કરવામાં આવેલ છે.કથાશ્રવણ મહામંડલેશ્વર 1008 કનકેશ્વરીદેવી કરાવશે.રામકથા દરમિયાન અનેક સંતો-મહંતો,અનેક રાજદ્વારી મહેમાનો-મહાનુભાવો પધારશે.આ સાથે રોજ રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે.જેમાં ગુજરાતના ખ્યાતનામ કલાકારો પોતાની કલા પીરસશે.