ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 66, ટંકારા-પડધરી બેઠક પર સ્વચ્છ પ્રતિભા ધરાવતા નિર્વિવાદિત યુવા ચહેરો અજયભાઇ પટેલ
મોરબી: ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીકમાં જ હોય જેથી વિવિધ બેઠકો પર ચુંટણી લડવા ઈચ્છુક ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી રહ્યા છે ત્યારે 66, ટંકારા-પડધરી બેઠક પરથી ભાજપના કાર્યકર્તાઓ એવા અજયભાઇ પટેલે પણ પક્ષ ટીકીટ આપે તો ચુંટણી લડવાની તૈયારી દાખવી છે.
આરએસએસ વિચારક, હિન્દુ મહાસભા વિચારક પૂર્વ જિલ્લા ઉપનેતા અને ભાજપ અગ્રણી વસંતભાઈ ઝાલરીયાના પુત્ર એવા યુવા કિસાન નેતા અજયકુમાર વસંતલાલ ઝાલરીયાનું નામ પણ ટંકારા બેઠક પર ચર્ચાઇ રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે અજયકુમાર ઝાલરીયા મોરબી જિલ્લા ભાજપ કિસાન મોરચાના ઉપપ્રમુખ તરીકે, અટલ યુવા મોરચા બીજેપી ગુજરાત પ્રદેશ અને રાષ્ટ્રીય કારોબારી સદસ્ય ભાજપા સહિત પક્ષના સહયોગી સંગઠનમાં સેવા આપી ચૂક્યા છે. આ સાથે જ તેઓ લોક સેવા તથા હિતમાં એનજીઓમાં રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે સેવા આપી ચૂક્યા છે અને તેઓએ આદર્શ ગામ તથા સામાજિક હિતમાં 66 ટંકારા પડધરી મતવિસ્તારમાં અનેકો કામ કર્યા છે.
જેમ કે અજયભાઈ પટેલ પોતે ધારાસભ્ય તરીકે ચૂંટાયા પછી પણ તેમને મળવા વિવિધ લાભો જેવા કે, સરકારી પગાર, સરકારી બંગલો સરકારી કાર જેવા સંસાધનનો ઉપયોગ નહીં કરવા અને તેમને પગાર તરીકે મળતી રકમ લોક સેવાર્થે અર્પણ કરવાની જાહેરાત કરી છે. સાથે જ અજયભાઈ પટેલે દર મહિને ટંકારા બેઠકના તમામ ગામના સરપંચોની એક મીટીંગ યોજી અને લોક પ્રશ્નોના નિરાકરણ કરવા યોજના બનાવી છે.