રાજ્યના ઈતિહાસમાં એક ઐતિહાસિક ઘટના થવા જઈ રહી છે. જેમાં એક સાથે 20થી વધુ અધિકારીઓ IPS માટે નોમિનેટ થવા જઈ રહ્યા છે.
ગુજરાત રાજ્યમાંથી IPS સર્વિસ જોઈન કરનારી સંખ્યામાં વધારો થઈ રહ્યો છે એક સમય એવો હતો કે કોઈ ગુજરાતી વ્યક્તિ ભાગ્યેજ IPSમાં પસંદગી પામતા હતા. પણ હવે સમયાંતરે સમય પણ બદલાયો છે. હવે આ પોસ્ટમાં ગુજરાતીઓની સંખ્યામાં વધારો થયો છે.મીડીયાના અહેવાલ મુજબ વર્ષ 2011ની બેચમાં DySpની પોસ્ટ પર ભરતી થયેલા 25 અધિકારીઓની IPS નોમિનેશનની ક્લિયરિંગ પ્રક્રિયા પૂર્ણ થઈ છે, હવે આવનારા સમયમાં 20થી વધુ ગુજરાતી અધિકારીઓ રાજ્યમાં IPSની પોસ્ટ પર ફરજ બજાવશે. આ પહેલા ગુજરાત કેડરના ચાર IPS અધિકારી સજ્જન સિંહ વી પરમાર, અશોક મુનિયા, મયૂર ચાવડા અને ઉષા રાડાને IPS કેડર ફાળવવામાં આવી હતી
હોટલ માલિકે સોફ્ટવેર ઇન્સ્ટોલ કરાવી યુઝર આઈડી પાસવર્ડ સત્વરે મેળવી લેવાના રહેશે
મોરબી જિલ્લા ખાતે આંતરરાષ્ટ્રીય દરીયાઈ માર્ગથી કોલસા તથા મીઠાની મોટા પાયે આયાત તથા નિકાસ થાય છે. તેમજ મોરબી જિલ્લો ઔધોગિક દ્રષ્ટીએ ખુબજ મહત્વનો છે. જેમાં દેશ વિદેશથી મોટા પ્રમાણમાં સીરામીક ટાઇલ્સ ખરીદી માટે વેપારીઓ તથા ટુરિસ્ટો આવતા જતા...
મોરબી જિલ્લાના નવલખી બંદર વિસ્તાર તથા કોસ્ટલ વિસ્તારમાં નાના-મોટા કુલ આઠ ટાપુઓ આવેલ છે, જે ટાપુઓ ઉપર માનવ વસાહત અસ્તિત્વમાં ન હોય, આ ટાપુઓમાં કોઇપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃતિ કે ઘુષણખોરી ન થાય તેમજ સુરક્ષાને લગતા કોઇ પ્રશ્ન ઉપસ્થિત ન થાય તે હેતુથી દરીયાઇ ટાપુઓને પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરવામાં આવ્યા...
સવંત ૨૦૮૧ ને કારતક વદ નોમ રવિવાર તા.૨૪મી નવેમ્બર થી કારતક વદ અમાસને શનિવાર તા.૩૦મી નવેમ્બર સુધી મોરબી એવન્યુ પાર્ક ખાતે ભાગવત કથાનું ભવ્ય આયોજન.
મોરબીના બહુચર આનંદ ગરબા મંડળ દ્વારા વર્ષના મહત્વના ધાર્મિક કાર્યક્રમ તરીકે શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે, જેનું આયોજન પિતૃઓના મોક્ષાર્થે તથા ગૌશાળાના લાભાર્થે...