Saturday, November 16, 2024

ગીતાંજલી વિદ્યાલયમાં ‘સ્પોર્ટસ વિક’ની ઉજવણી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: ગીતાંજલી વિદ્યાલયમાં ગત તારીખ 26/12/2022 થી 31/12/2022 સુધી એક અઠવાડિયા સુધી સ્પોર્ટસ વિકનુ આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં સ્કુલના સંચાલક રુપલબેન પનારાના માર્ગદર્શન હેઠળ તથા શાળાના આચાર્ય એચ. જી. ઉભડીયા તથા ડી. પી. કંઝારીયાના આયોજન હેઠળ તમામ શિક્ષક મિત્રો અને વિદ્યાર્થીઓ દ્રારા ખુબ ઉત્સાહ અને ખુબ મહેનતથી આ સ્પોર્ટસ વિક ઉજવવામાં આવ્યુ હતુ.

સ્પોર્ટસ વિક માટે અગાઉ પ્રિ પ્લાનિંગ કરી સ્કુલના ધોરણ 1 થી 12 ના તમામ વિદ્યાર્થીઓને ચાર ગ્રુપમાં વહેચી દેવામાં આવ્યા હતા જેમાં સરદાર ગ્રુપ, ગાંધી ગ્રુપ, આઝાદ ગ્રુપ અને નેતાજી ગ્રુપ, ચારેય ગ્રુપના કલર કોડ પ્રમાણે યુનિફોર્મ આ પ્રમાણે આયોજન કરી એક વિક પ્રેક્ટિસ માટે ફાળવવામાં આવેલ. તમામ ગ્રુપ અને ગેમ માટે કોચ તથા રેફરીની નિમણૂક કરવામાં આવેલ શાળાના શિક્ષકો જ કોચ બની તમામ ગ્રુપના માર્ગદર્શક બની માર્ગદર્શન કરેલ.

આ સ્પોર્ટસ વિક 26/12/22 થી જ શરુ કરી દેવામાં આવેલ સૌ પ્રથમ ધોરણ 1/2 ની ગેમ ત્યારબાદ 3/4/5 ધોરણની ગેમ રમાડવામાં આવેલ ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે તારીખ 28/12/22 થી શરુ થયેલ જેમાં બલુન બેેલેન્સ તથા પીક ધ બોલ એમ બે ગેમ રમાડવામાં આવેલ બધા વિદ્યાર્થીએ ઉત્સાહભેર ભાગ લઇ આનંદવિભોર બની અલગ જ રમત કૌશલ્ય દાખવેલ જે ખરેખર વિદ્યાર્થીમાં રહેલ શુષુપ્ત પ્રતિભા ખીલેલી જોઇ. આમ તારીખ 29-30/12/22 ના રોજ અનુક્રમે મેન્ટલ ગેમ તથા રન ઓન ટેબલ, બાસ્કેટ બોલ જેવી રમત ખેલદીલીથી પુર્ણ કરેલ આમ જોવા જઈએ તો ગ્રુપવાઇઝ વિદ્યાર્થી હોવાથી એક જ ધોરણના વિદ્યાર્થી વચ્ચેની હરીફાઇ ખરેખર રોમાંચક મોડ પર આવી જતી જોઈ. ધીમે ધીમે રમતોત્સવ આગળ વધતો જતો તમામ વિદ્યાર્થીઓ તથા શિક્ષક મિત્રો પણ આનંદ લઇ રહ્યા હતા.

તારીખ 31/12/22 ને શનિવારના રોજ બધા વિદ્યાર્થીને ફુલડે સ્કુલ હતી સવારથી તમામ વિદ્યાર્થીઓ તથા શિક્ષકો આતુરતાથી જે દિવસની રાહ જોઈ રહ્યા એ દિવસ આવી જતા બધા ઉત્સાહમાં હતા સવારે પ્રથમ ગેમ ઇન્ડોર ગેમ હતી જેમા ચેસ તથા વન મીનીટ શો , ચેસ જેવી રમતથી વિદ્યાર્થીઓની માનસિક શક્તિ ખીલે જેમાં દરેક વિદ્યાર્થી સારુ પર્ફોમસ બતાવેલ આ સાથે ખોખો જેવી આઉટડોર ગેમ પુર્ણ કરી બપોરે આયોજન મુજબ બધા વિદ્યાર્થીઓ તથા શિક્ષક મિત્રો માટે ભોજનનુ આયોજન કરેલ જેમા પુરીશાક, ખમણ, લાડવા રમકડા, છાસ સાથે બધાએ જમવાનો સ્વાદની મધુર લહેજત માણેલી.

સરસ રીતે રમતોત્સવ આગળ વધી રહેલો છેલ્લે પાસીંગબોલ, ટચબોલ, રીલે રેસ જેવી ગેમ પુર્ણ કરવામા આવેલી તમામ રમત પૂર્ણ થતા વિજેતાના નામ અને ટીમના નામની ઘોષણા કરવામાં આવી

બધી ગેમના અંતે સરદાર ગ્રુપનો વિજય થતા તે ગ્રુપને ટ્રોફી અને ઇનામ વિતરણ તથા પર્સનલ ગેમમામા વિજેતા પ્રથમ, દ્વિતીય તથા તૃતિય નંબર મેળવેલ વિજેતાઓને ગોલ્ડ, સીલ્વર અને બ્રોન્ઝ મેડલ વિતરણ આગામી બુધવારે ગોઠવવામાં આવેલ.

આ સ્પોર્ટસ વિકમાં શરુઆતથી જ રોમાંચક ગેમ તથા વિદ્યાર્થીનો અનેરો અદમ્ય ઉત્સાહથી શાંતિપૂર્ણ રીતે પુર્ણ કરવામાં આવ્યો‌ શાળાના સંચાલક અને શાળાના આચાર્ય દ્રારા તમામ શિક્ષક મિત્રોનુ કાર્ય, સપોર્ટમેમ્બરનો તથા તમામ વિદ્યાર્થીઓનો આભાર વ્યકત કરી પુર્ણ જાહેર કરવામાં આવ્યો હતો.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર