Monday, September 23, 2024

ક્રિકેટના સટ્ટા ની સીઝન પુરજોશમાં 6 બુકી, પંટરો ઝડપાયા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હાલ આઈ. પી. એલ ની સીઝન ચાલી રહી છે ત્યારે બુકીઓ પર મોરબી પોલીસ એકશનમાં

મોરબીમાં ટવેન્ટી – ટવેન્ટી ક્રિકેટમેચ ઉપર બેફામપણે ઓનલાઇન સટ્ટો ખેલાઈ રહ્યો છે ત્યારે ગઈકાલે સીટી એ ડિવિઝન પોલીસ ટીમે લંબી, સેશન, રન થાય કે ન થાય તેવો ઓનલાઇન એપ મારફતે રમાતા ક્રિકેટીયા જુગાર ઉપર ધોંસ બોલાવી અલગ અલગ ત્રણ દરોડામાં છ બુકી-પંટરને ઝડપી લઈ એક કિસ્સામાં રાજકોટના બુકીનું નામ ખોલાવી બે આરોપીઓને ફરાર દર્શાવી કડક કાર્યવાહી કરતા સટ્ટોડિયાઓમાં ફફડાટ મચી ગયો છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ક્રિકેટીયા જુગાર ઉપર દરોડાની પ્રથમ કાર્યવાહીમાં પંચાસર રોડ યસ માર્કેટની સામે જાહેરમાં લાઇન ગુરૂ ઓનલાઈન એપ્લીકેશનમા લાઇવ મેચ નિહાળી વેલેટા કપની CZR તથા BUL ની 20-20 ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા અને રમાડતા સોહીલભાઈ દાઉદભાઈ સુમરા, રહે.વીરપરડા તા.જી.મોરબી, મયુરસિંહ હરપાલસિંહ જાડેજા, રહે. સામાકાઠે રૂષભનગર મોરબી, ભવ્યરાજસિંહ ગીરીરાજસિંહ જાડેજા, રહે વીરપરડા અને ઈરફાન સલેમાનભાઈ સુમરા, રહે વીશીપરા સ્મશાન પાછળ મફતીયાપરા મોરબી વાળાને રોકડા રૂ.57000 તથા મોબાઇલ ફોન કિ.રૂ.10,000મળી કુલ રૂ.67000 ના મુદામાલ સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

બીજા કિસ્સામાં મકરાણીવાસ બ્રાહમણની ભોજનશાળાની પાસે આરોપી હુશૈન અલારખાભાઈ શેખ લાઈન ગુરૂ ઓનલાઇન એપ્લીકેશનમા લાઇવ મેચ નિહાળી ચેન્નઈ તથા મુંબઈ ઈન્ડીયન વચ્ચેની 20-20 ક્રિકેટ મેચ પર આરોપી આસિફ ઉર્ફે નાનો ભાણો રહે કાલિકા પ્લોટ સાથે સટ્ટો રમતો હોવાની બાતમીના આધારે દરોડો પાડી ત્યાંથી આરોપી હુશૈનભાઈ શેખને રોકડ રકમ રૂય.૪૬૦૦ તથા મોબાઈલ કીમત રૂ.૧૦,૦૦૦૦ સાથે ઝડપી પાડ્યો હતો જ્યારે આરોપી આશીફ ઉર્ફે નાનો ભાણોની શોધખોળ હાથ ધરી છે

ત્રીજા કિસ્સામાં એલસીબી ટીમ દ્વારા પરાબજારમાં મીત મોબાઇલ દુકાન પાસે દરોડો પાડી અમિતભાઇ શંકરભાઇ તન્ના, રહે.મોરબી-૨ ઉમા ટાઉનશીપ સામે જનકલ્યાણ સોસાયટી વાળાને મોબાઈલ ફોનમાં BET9999 નામની આઇ.ડી. મેળવી TATA IPL માં મુંબઇ ઇન્ડીયન્સ અને ચેન્નઇ સુપર કિંગ્સ ટીમો વચ્ચે ચાલતી ટી-20 ક્રિકેટ મેચ ઉ૫ર આઇ.ડી.માં ઓનલાઇન સોદાઓ કરી તેમજ મોબાઇલ ફોન ઉપર વાતચીત કરી મેચમાં રન ફેરના તથા મેચની હારજીતના સોદાઓ કરી પૈસાની હારજીતનો જુગાર રમતા રંગે હાથ ઝડપી લઈ રોકડા રૂપિયા 5400 તેમજ 10 હજારની કિંમતના મોબાઈલ ફોન સહિત 15,400નો મુદામાલ કબ્જે કર્યો હતો.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર