Monday, January 13, 2025

કેન્દ્રીય પશુપાલન મંત્રી પરસોતમભાઈ રૂપાલાના હસ્તે ચિલિંગ પ્લાન્ટ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

૬.૫ કરોડ ના ખર્ચે નિર્માણ પામેલ મયુર ડેરીનાં નવનિર્મિત ચિલિંગ સેન્ટરનું કેન્દ્રીય મંત્રી પરસોતમભાઈ રૂપાલાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું

મોરબીની મયુર ડેરીના પ્લાન્ટ નું આજે કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ત્યારે તેઓએ કહ્યું હતું કે મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ મોરબીની મયુર ડેરી છે આજથી પાંચ વર્ષ પહેલા પાંચ હજાર લિટર દૂધથી શરૂઆત કરવામાં આવે આ ડેરી દ્વારા આજની તારીખે મહિલાઓ દ્વારા દૈનિક ૧.૮૬ લાખ કિલો દૂધનું સંપાદન કરવામાં આવે છે અને પશુપાલકોને ખૂબ જ સારુ વળતર આપવામાં આવે છે ત્યારે આગામી દિવસોમાં આ સંઘ અમૂલ ની જેમ નામના મેળવે તેના માટે શુભકામનાઓ પાઠવી હતી

મોરબીમાં પંચાસર રોડ ઉપર મોરબી જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ એટલે કે મયુર ડેરી નો પ્લાન તૈયાર કરવામાં આવેલ છે જેનું લોકાર્પણ આજે કેન્દ્રના પશુપાલન વિભાગના મંત્રી પરષોત્તમ રૂપાલાની હાજરીમાં કરવામાં આવ્યું હતું આ તકે રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ રાજ્યમંત્રી બ્રિજેશ મેરજા મોરબી જિલ્લા પ્રભારી દેવાભાઈ માલમ સાંસદ સભ્ય મોહનભાઈ કુંડારીયા ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ જયંતિભાઇ કવાડીયા માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા જો કે 2015 માં આ ડેરીની શરુઆત 97 દૂધ મંડળી અને ૫૦૦૦ લિટર દૂધ સાથે કરવામાં આવી હતી જોકે આજની તારીખે 296 દૂધ મંડળીઓ તેની સાથે સંકળાયેલી છે અને દૈનિક ૧.૮૬ લાખ લિટર દૂધનું ઉત્પાદન કરે છે

મયુર ડેરીની સ્થાપનાને પાંચ વર્ષ પૂર્ણ થતા જ મહિલાઓ સંચાલિત મયુર ડેરી આત્મનિર્ભર બની છે જેના ફળ સ્વરૂપે સરકાર દ્વારા જમીનની ફાળવણી કરતા અહીંના પંચાસર રોડ ઉપર વિશાળ જગ્યામાં રૂપિયા 6.5 કરોડના ખર્ચે મયુર ડેરીના ચિલિંગ પ્લાન્ટની સ્થાપના કરવામાં આવી છે. આ આધુનિક ચિલિંગ પ્લાન્ટનું ઉદઘાટન થયું છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર