Tuesday, September 24, 2024

કાળઝાળ ગરમીમાંથી મળશે રાહત! ગુજરાતમાં સામાન્ય વરસાદ પડવાની હવામાનની આગાહી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ગુજરાતને હવે ટૂંક સમયમાં ગરમીમાંથી રાહત મળવાનું શરૃ થઇ શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી ૨૫ મેથી દક્ષિણ ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો પ્રારંભ થશે. દક્ષિણ ગુજરાતમાં ચોમાસાનો પ્રારંભ ૧૦ જૂનથી થાય તેવી સંભાવના છે.

હવામાન વિભાગે જણાવ્યું છે કે, ગુજરાતમાં આગામી ૪-૫ દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં ૨-૩ ડિગ્રીનો ઘટાડો થતાં ગરમીમાં આંશિક રાહત અનુભવાશે. આગામી ૨૫ મેના નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં હળવો વરસાદ પડે તેવી સંભાવના છે. ગુજરાતના વાતાવરણમાં પલટો આવવાની શરૂઆત થઈ ગઈ છે. સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લામાં વાતાવરણમા પલટો જોવા મળ્યો છે. બંને જિલ્લાામા આકાશ વાદળોથી ઘેરાઈ ગયુ છે. જે વાતાવરણના પ્રિમોન્સૂન એક્ટિવિટીના સંકેત છે. હિંમતનગરમાં વહેલી સવારથી આકાશ વાદળોથી છવાયું છે. ગત રાત્રિથી ભારે પવન ફૂંકાયો છે, જે વહેલી સવારે પણ યથાવત જોવા મળ્યો. ગરમી વચ્ચે પવનથી ઠંડક પ્રસરી ગઈ છે. આકાશ વરસાદી વાદળોથી ઘેરાયું છે.

તો બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર સહીત ડીસા, દાંતીવાડા, અમીરગઢ, ધાનેરામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. પવનના સુસવાટા સાથે આકાશમાં વાદળો ઘેરાતા વરસાદી માહોલ છવાયો છે. અચાનક વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોના જીવ પડીકે બંધાયા છે. તો સાથે જ દિવસ દરમ્યાનના ભારે ઉકળાટ બાદ સાંજના સમયે વાતાવરણમાં પલટો આવતા ઠંડક પ્રસરી છે. ભર ઉનાળે વરસાદી માહોલ સર્જાતા જનજીવન ખુશખુશાલ થયેલુ જોવા મળ્યું.

તો બીજી તરફ, ગુજરાતના લોકોને આગામી દિવસોમાં ગરમીથી રાહત મળશે. આગામી દિવસોમાં મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થશે. જોકે, હાલમાં રાજ્યમાં હિટવેવની કોઈ આગાહી નથી. દક્ષિણ પશ્ચિમના પવન ફૂંકાવવાના કારણે ગરમીથી રાહત મળશે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર