Friday, September 20, 2024

કાલે બુધવારથી મોરબીમાં 12થી14 વર્ષના 42570 બાળકોનું વેકસીનેસન શરૂ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી જિલ્લાનાં ૧૨ થી ૧૪ વર્ષનાં બાળકો ને કોરોના વેકસીન આપવામાં આવશે. જેમાં આવતીકાલ તા. ૧૬થી કોરોના વેકસીન (કોર્બીવેક્સ) આપવાની શરૂઆત થશે. હાલ જિલ્લામાં આશરે કુલ ૪૨૫૭૦ બાળકોને કોરોના વેકસીન (કોર્બીવેક્સ) આપવા આયોજન છે.જેમાં મોરબી તાલુકામાં 17946, ટંકારમાં 5257, માળીયા મી. માં 3111, વાંકાનેરમાં 9992, હળવદમાં 6264 વિદ્યાર્થીઓને જે તે શાળામાંજ રસીકરણ કરાશે. તેમજ હવે 60 વર્ષથી વધુ વયના તમામ નાગરીકો પ્રિકોશન ડોઝ લઇ શકશે

 સરકારની સૂચના અનુસાર ગુજરાત રાજયમાં ૧૨ થી ૧૪ વર્ષ સુધીની ઉંમર ધરાવતા બાળકો ને કોરોના વેકસીન (કોર્બીવેક્સ) આપવા માટેનું આયોજન કરેલ હોય, તેના અનુસંધાને મોરબી જીલ્લામાં પણ આવતીકાલે તા. ૧૬થી ૧૨ થી ૧૪ વર્ષ સુધીની ઉંમર ધરાવતા બાળકો ને કોરોના વેકસીન (કોવિક્સ) આપવાની શરૂઆત કરવામાં આવનાર છે. જેમાં ૧૨ થી ૧૪ વર્ષ સુધીની ઉંમર ધરાવતા અને શાળામાં અભ્યાસ કરતા મોરબી તાલુકામાં કુલ ૧૭૯૪૬ માળીયા તાલુકામાં ૩૧૧૧, વાંકાનેર તાલુકામાં ૯૯૯૨, ટંકારા તાલુકામાં ૫૨૫૭, તથા હળવદ તાલુકામાં ૬૨૪, આમ જીલ્લાના આશરે કુલ ૪૨૫૭૦ બાળકોને કોરોના વેકસીન (કોર્બીવેક્સ) આપવા માટે મોરબી જિલ્લામાં આયોજન કરેલ છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર