Sunday, September 22, 2024

એક માનવ જીવન બચાવવામાં મોરબી સીટી બી ડિવિજન પોલીસ “SHE TEAM”ને સફળતા મળી 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી સીટી બી ડીવીજન પોલીસ ઇન્સ્પેકટરની સમયસુચકતાના લીધે એક માનવ જીવન બચાવવામાં મોરબી સીટી બી ડીવી પોલીસ “SHE TEAM” ને સફળતા સાંપડી છે.

પોલીસ અધિક્ષકની સુચનાથી તેમજ નાયબ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લામાં દરેક પોલીસ સ્ટેશનમાં “SHE TEAM” કાર્યરત હોય જે અન્વયે મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટરનાઓને સોશ્યલ મિડીયાના માધ્યમથી એક મેસેજ મળેલ જેમાં એક મહિલાએ આત્મહત્યાનું પગલુ ભરવા જણાવેલ હોય જેમાં મેસેજમાંથી તે મહિલાના મોબાઇલ નંબર મેળવી તે મહિલાનું સરનામું મેળવી તાત્કાલીક મોરબી સીટી બી ડીવી પોલીસ સ્ટેશનની સી ટીમ તથા એલ.આઇ.બી શાખાના કામ કરતા સભ્યોને સુચના કરી અને મહિલાને શોધી જરૂરી માર્ગદર્શન પુરુ પાડવા સમજ કરવા સુચના કરતા તાત્કાલીક મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનનો પોલુસ સ્ટાફ મહિલાનું ઘર શોધી અને મહિલાને રૂબરૂ મળી અને માહિતી મેળવતા મહિલાને લાંબા સમયથી બિમારી હોય અને કંટાળી ગયેલ હોય જેથી ફેસબુકમાં આત્મહત્યા બાબતેની પોસ્ટ કરેલ હતી અને બાદમાં ડીલીટ કરી નાખેલ હતી. અને મોરબી સીટી બી ડીવી પોલીસના કાઉન્સીલીંગ બાદ મહિલાએ તેના પરીવારના સભ્યોની હાજરીમાં આવુ પગલુ નહીં ભરે તેમ અને હિંમતભેર આગળનું જીવન જીવવાની ખાતરી આપેલ હતી. આમ મોરબી સીટી બી ડીવી પોલીસ ઇન્સ્પેકટરની સમયસુચકતાના લીધે એક માનવ જીવન બચાવવામાં મોરબી સીટી બી ડીવીઝન પોલીસ “SHE TEAM” ને સફળતા સાંપડી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર