Tuesday, September 24, 2024

ઉમેદવારી ફોર્મ રજૂ કરતી સમયે ૫(પાંચ) કરતાં વધુ વ્યક્તિઓના કચેરી ખાતે પ્રવેશ પર પ્રતિબંધ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

વિધાનસભાની સામાન્‍ય ચૂંટણી – ૨૦૨૨ અંતર્ગત મોરબી જિલ્લામાં મતદાન આગામી તા.૦૧-૧૨-૨૦૨૨ ના રોજ યોજાનાર છે. આ ચૂંટણી માટે ઉમેદવારોએ ઉમેદવારી પત્ર રજૂ કરવા સમયે તેમના ટેકેદારો અથવા દરખાસ્ત કરનાર અને અન્ય ચાર વ્યક્તિઓ સહિત કુલ પાંચ વ્યક્તિઓને જ વાહનો સાથે ચૂંટણી અધિકારી/ મદદનીશ ચૂંટણી અધિકારીની કચેરીમાં પ્રવેશ મળી શકશે. પાંચ કરતા વધુ વ્યક્તિઓના પ્રવેશ કરવા પર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એન.કે.મુછાર દ્વારા પ્રતિબંધ ફરમાવ્યો છે. તેમજ ઉમેદવારી પત્ર રજૂ કરવા આવતા સમયે ચૂંટણી અધિકારી કે મદદનીશ ચૂંટણી અધિકારીની કચેરી આસપાસના ૧૦૦ મીટરના વિસ્તારમાં વધુમાં વધુ ત્રણ વાહનો એક સાથે પ્રવેશી શકશે. તેમજ ઉમેદવારી પ્રમાણપત્ર લેવા આવે ત્યારે પણ આ સુચનોનો અમલ કરવાનો રહેશે. ઉપરાંત વાહનોનો ખર્ચ પણ ઉમેદવારના ખર્ચમાં ઉધારવાનો રહેશે.

આ આદેશોનો અમલ. ૧૦ ડિસેમ્બર સુધી કરવાનો રહેશે. જે મોરબીના શહેર, તાલુકા અને જિલ્લાના સમગ્ર વિસ્તારમાં લાગુ થશે. આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે. તેમ મોરબી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એન.કે.મુછાર દ્વારા જાહેર કરેલા હુકમમાં જણાવાયું છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર