પંજાબ વિજય થવાની ખુશીમાં મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા તિરંગા યાત્રા નું આયોજન કરવામા આવ્યું છે.
તેમા દિલ્હી ના ધારાસભ્ય શ્રી નરેશભાઈ યાદવ તેમજ ગુજરાત પ્રદેશ યુવા પ્રમુખશ્રી પ્રવીણભાઈ રામ તેમજ ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી અજીતભાઈ લોખીલ તેમજ મોરબી જિલ્લા પ્રભારી શિવાજીભાઈ ડાંગર તેમજ જિલ્લા ટીમ ના તમામ પદાધીકારી યો દ્વારા તિરંગા યાત્રા નું આયોજન કરેલ છે. જેમા મોરબી જિલ્લાની જનતા ને આ તીરંગા યાત્રામાં જોડાવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યુ છે
યાત્રા રૂટ – ભક્તિનગર સર્કલ, ઉમીયા સર્કલ, રવાપર ચોકડી, બાપા સીતારામ ચોક, નવા બસસ્ટેન્ડ, ગાંધી ચોક, વિજય ટોકીઝ, વિસીફાટક રહેશે તેવું મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી પ્રમુખ વસંતભાઈ ગોરીયા દ્વારા જણાવવામાં આવ્યુ છે