જીવમાં શિવનો વાસ સૂત્ર સાર્થક કરતા વિપુલભાઈ કડીવાર તેમજ સાગરભાઈ કડીવાર
મોરબીના પર્યાવરણ પ્રેમી અને અબોલ જીવો માટે સેવાકીય પ્રવૃત્તિ ની સુવાસ ફેલાવનાર કડીવાર બંધુઓ વિપુલ કડીવાર અને સાગર કડીવાર દ્વારા અબોલ જીવો માટે એક ભંડારો યોજવામાં આવ્યો હતો મહાશિવરાત્રિના પાવન પર્વ નિમિત્તે કડીવાર બંધુઓ દ્વારા જીવમાં શિવનો વાસ છે એ વાતને સાર્થક કરતા શિવરાત્રીના પાવન પર્વ પર એક અનોખી ઉજવણી કરવામાં આવી હતી જેમાં શિવલિંગની રંગોળી બનાવી ને કીડીયારૂ પુરવામાં આવ્યું હતું 51 નાળિયેરમાં કીડીયારુ ભરીને અલગ-અલગ 51 જંગલ જેવા વિસ્તારમાં અલગ અલગ જગ્યા એ ખાડો ખોદીને નારીયેલ ત્યાં દાઢી ને બાવળ બોરડી ના ઝુંડ માં પણ મુક્યા હતા જેથી કરીને નાના નાના હજારો જીવો ને ખોરાક મળતો રહે અને આ સાથે કીડીયારુ પુરી હર જીવમાં શિવનો વાસ છે એ વાતને સાર્થક કરી આપણી ભારતીય સંસ્કૃતિ અને તેના મુલ્યોની જાળવણી કરી શકાય તેઓ ઉમદા મેસેજ કડીવાર બંધુઓએ શિવરાત્રિના પાવન પર્વ પર આપ્યો હતો.