Wednesday, December 4, 2024

અજયભાઈ લોરીયા એ પોતાનું વચન નીભાવ્યુ જેતપર સીટના સમરસ ગામોને રૂ. 1 લાખની ભેટ અપાશે

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

 

મોરબી : મોરબી જિલ્લામાં રાષ્ટ્રવાદી અને સેવા ભાવી યુવા તરિકેની એક અલગ ઓળખ ઉભી કરનાર મોરબી જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન અજયભાઈ લોરીયા દ્વારા જેતપર સીટ હેઠળ ગામોના સરપંચોનો સન્માન સમારોહ યોજાનાર છે. જેમાં અજયભાઈ લોરિયા તરફથી જેતપર સીટના સમરસ ગામોને રૂ. 1-1 લાખની ભેટ આપવામાં આવશે.


મોરબી જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન અજયભાઈ લોરીયા દ્વારા જેતપરમાં હનુમાનજી મંદિર ખાતે આજે તા. 26ને શનિવારે જેતપર સીટ હેઠળ આવતા ગામોના નવનિયુક્ત સરપંચોનો સન્માન સમારોહ યોજાશે. આ કાર્યક્રમમાં તમામ સરપંચોને સન્માનિત કરવામાં આવશે. તેમજ અજયભાઈ લોરીયાએ ગ્રામ પંચાયતની ચૂંટણી વખતે કરેલી જાહેરાત મુજબ તેમની જિલ્લા પંચાયતની જેતપર સીટમાં આવતા વાઘપર, પીલુડી, ભરતનગર સહિતના 16 સમરસ ગામોને સ્વખર્ચે રૂ. 1 લાખ આપવામાં આવશે. સમારોહમાં રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા, સાંસદ મોહનભાઈ કુંડારીયા, સાંસદ વિનોદભાઈ ચાવડા, જયંતીભાઈ કવાડીયા, જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર