Friday, September 20, 2024

અગરિયાઓ ના વિવિધ પ્રશ્નોને લઇ ને કેન્દ્રીય મંત્રીને રજૂઆત કરવામાં આવી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હળવદ : હળવદ – ધ્રાંગધ્રા પંથકમાં મીઠું પકવતા અગરિયાઓ નાં વિવિધ પ્રશ્ર્નો નેં લઇ ને ઠાકોર સમાજના આગેવાન પપ્પુભાઈ ઠાકોર સહિતના અગ્રણીઓ દ્વારા કેન્દ્રીય મંત્રી ડો.મહેન્દ્ર મૂંઝપરાને મુદ્દાસર રજુઆત કરી હતી.


કચ્છના નાના રણમાં મીઠું પકવતા હળવદ અને ધ્રાંગધ્રા તાલુકાના અગરિયા સમાજને પડતી મુશ્કેલીઓ અંગે સુરેન્દ્રનગર અને અમદાવાદ જિલ્લાના ચૂંવાળીયા કોળી સમાજના આગેવાન એવા પપ્પુભાઈ ઠાકોર, સનતભાઈ ડાભી, ભરતભાઇ રાઠોડ, કિરણભાઈ થોરિયા, કિશોરભાઈ કંથડાયા, ધ્રાંગધ્રા તાલુકાના સરપંચ એસોસિએશન પ્રમુખ રતનસિંહ ઠાકોર તથા અન્ય સામાજિક આગેવાનોએ કેન્દ્રિયમંત્રી ડો.મહેન્દ્ર મુંઝપરા સાથે વિસ્તૃત રજુઆત કરી હતી.


વધુમાં આ રજુઆતમાં વિમુક્ત અને વિચરતી જાતિની અનામતનો પ્રશ્ને, રણકાંઠામાં વારંવાર નર્મદા કેનાલના પાણી ઘુસી આવતા અગરિયા સમાજને થતા નુકશાન બાબતે, અભ્યારણ વિસ્તારમાં થતા ગેરકાયદેસર દબાણો દૂર કરવા અંગે તેમજ સરકારશ્રીની વીવિધ કલ્યાણકારી યોજનાઓનો પછાત વર્ગના ગામોને વધુમાં વધુ લાભ મળે એ બાબતે રજુઆત કરવામાં આવી હતી.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર