ગુજરાતની શાંતિ દારૂબંધી ને આભારી આ ફક્ત સૂત્ર છે પણ હકીકત કઈ જુદી જ છે ગાંધીના ગુજરાત માં દારૂ બંધી માત્ર કહેવા પૂરતી છે. દારૂ પીવામાં ગુજરાત નંબર ૩ પર છે હવેની ભાજપ સરકાર ધીરે ધીરે ગુજરાતમાં દારૂબંધી હટાવવા ના મૂડ માં છે ગાંધીનગર ગિફ્ટ સિટીમાં દારૂની પરમિશન ફક્ત અખતરો હતો કે લોકોમાં કેવા રીએકશન આવે પરંતુ વાસ્તવિકતા જાણી ને સરકારની ખુરશીના પાયા હલી ગયા.
હમણાં મોરબીમાં પણ હાથમાં દારૂની પોટલીઓ લઈ ને બિન્દાસ્ત હતા દારૂડિયાનો વિડિયો વાઇરલ થયો હતો હવે આવા બનાવો ગામડા અને સોસાયટીઓમાં પણ બનવાના છે કેમ કે મોરબીમાં સરકાર હોટેલની આડ માં દારૂની દુકાન ખોવાની તૈયારી માં છે જેવી રીતે મસાજ સ્પાની આડ માં ગોરખધંધા થાય છે તેવી રીતે લિકર શોપની આડમાં દારૂનો બેફામ વેપાર થવાનો છે.
સરકાર દ્વારા વિદેશથી આવતા નાગરિકો માટે જૂજ હોટેલને લિકરની પરમિશન આપતી હોઈ છે પરંતુ બાદમાં તે હોટેલ દારૂનો બેફામ વેપાર કરતી હોય છે જેની સીધી અસર યુવાધન ઉપર પડે છે.
હમણાં મોરબીના જેતપર પીપળી રોડ પર એક હોટેલ ને લીકર પરમિશન (દારૂની દુકાન) માટે કમિટી નિર્યણ કરવાની છે જેના માટે સરકારના અલગ અલગ વિભાગ પાસે યોગ્ય અભિપ્રાય માંગવામાં આવેલ છે પરંતુ આ હોટેલ ચોક્કસ માપ દંડમાં ન આવતી હોવા છતા પરમિશન માટે લોબિંગ થઈ રહ્યુ હોવાની ચર્ચા ચાલી રહી છે.
જો કે દારૂની શોપની મજૂરી માટે સુપ્રીમકોર્ટ ની ગાઇડલાઈન્સ મુજબ ચોક્કસ સાઇન્ટિંગ એરિયા નક્કી કરવામાં આવ્યા છે જેમાં સ્ટેટ હાઇવે .ધાર્મિક સ્થળ, સ્કુલ, ગામ વગેરે હોઈ છે પરંતુ મોરબી ની હોટેલ આ નિયમમાં અનુકૂળ ન હોવા છતાં સેટિંગ ના જોરે નિયમ વિરુદ્ધ મંજૂરી લાવવા માટે તખ્તો ઘડી રહી છે . નશાબંધી અને આબકારી ના અધિકારી એ સુપ્રીમકોર્ટની ગાઈડલાઇન્સ ના માર્ગદર્શન મુજબ રાજ્યના ગૃહસચિવ ના ૨૦૦૩ના પરિપત્ર મુજબ આ હોટેલ ને મજૂરી મળવાપાત્ર નથી તેમ છતાં રાજકીય આકાઓ મેદાને ઉતર્યા છે જેની સામે સભ્યતા અને સંસ્કૃતિ બચવો સમિતિ દ્વારા સરકાર અને અધિક્ષક ને નિયમની મર્યાદા બહાર જઈ મજૂરી ના આપવા હાકલ કરી છે જેની જાહેર જીવન થતી આડ અસરની વિગતવાર લેખિત રજૂઆત આવતા દિવસોમાં કરશે.