ચક્રવાત ન્યૂઝ ઈમ્પેક્ટ: યુવકને માર મારવાની ઘટનામાં ચાર શખ્સો વિરુદ્ધ અંતે પોલીસે ફરીયાદ નોંધી
મોરબી-જેતપર રોડ પર આવેલ રંગપર ગામની સીમમા એ.બી.સી. સીરામીક સામે રામેશ્વર કોમ્પલેક્ષમાં આવેલ શીવ શક્તિ હોટલમાં ચા નાસ્તો કરી ચાર શખ્સોએ ચા ના ઓટલા પાસે થુકતા હોય જેથી યુવકે થુકવાની ના પાડતાં ચાર શખ્સોએ યુવકને લાકડાના ધોકા વડે માર માર્યો હોવાના ચક્રવાત ન્યૂઝ દ્વારા સિસીટીવી ફુટેજ વાઇરલ કરવામાં આવ્યા હતા. અને આ યુવકને માર મારવાની ઘટનામા આરોપીઓ વિરુદ્ધ પોલીસ ફરીયાદ ન લેતી હોવાના સમાચાર પણ ચક્રવાત ન્યૂઝ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્ય હતા ત્યારબાદ આજે દશેક દિવસ જેટલા સમય બાદ અંતે મોરબી તાલુકા પોલીસે ચાર શખ્સોએ વિરુદ્ધ ફરીયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ચકમપર ગામે રહેતા હોટલનો ધંધો કરતા કાનજીભાઇ ઉર્ફે કાનાભાઇ લખમણભાઇ ગમારા (ઉ.વ.૩૨) એ આરોપી ભુપેન્દ્ર જયસુખ વાઘેલા રહે. મોરબી,કાલીકા પ્લોટ તથા ત્રણ અજાણ્યા ઇસમો વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીઓ કાળા કલરનું એક્ટીવા તથા એક મોટર સાયકલ લઇ ફરીયાદીની હોટલે આવી નાસ્તો કરીને ચા ના ઓટા પાસે આવેલ તાપણા પાસે બેસીને થુંકતા હોય જેથી ફરીયાદીએ આ ચારેય આરોપીઓને થુંકવાની ના પાડતા આરોપીઓએ ફરીયાદીને ભુંડાબોલી ગાળો આપી ઢીકા પાટુનો મુંઢ માર મારેલ અને આરોપી ભુપેન્દ્ર વાઘેલાએ છરી બતાવી અજાણ્યા આરોપીએ ફરીયાદીને માર મારી મુંઢ ઇજા કરી ચારેય આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ સાહેદ દીલીપભાઇ ત્રીભોવનભાઇ કાચરોલા ફરીયાદીને છોડાવવા જતા ચારેય આરોપીઓએ સાહેદને મુંઢ માર માર્યો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.