હળવદમાંથી બે યુવકનું અપહરણ થતાં ચાર શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ
હળવદ: હળવદમાં વિશ્વાસ આર્કેડ કોમ્પલેક્ષમા આવેલ ધ હિન્દુ બ્રાન્ડ નામની દુકાન સામે જાહેરમાં યુવક તથા તેનો મિત્ર હાજર હતા ત્યારે સ્વીફ્ટ કારમાંથી ચાર શખ્સોએ ઉતરવી યુવકના મિત્ર સાથે બાકી પૈસાની વાતચીત કરી યુવક અને મિત્રની મરજી વિરુદ્ધ કારમાં બેસાડી બંનેનું અપહરણ કરી યુવકને રસ્તામાં ઉતારી દઈ તથા યુવકના મિત્ર રવીભાઈનુ અપહરણ કરી કારમાં ધાંગધ્રા તરફ લઈ ગયા હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદ સરા નાકેશીવ અપના મોલની સામેની ગલીમાં વાય.કે. ઝાલાના મકાનમાં રહેતા ધાર્મિકભાઈ દેવરાજભાઈ નકુમ (ઉ.વ.૨૪) એ આરોપી મારૂતી વેગનઆર કાર રજીસ્ટર નંબર -GJ-13-AN-4622 મા આવેલ ચાર અજાણ્યા શખ્સો વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૨-૦૬-૨૦૨૪ ના રોજ સાંજના સાડા ચાર થી પાંચ વાગ્યાના અરસામાં ફરીયાદી તથા તેમના મિત્ર રવીભાઈ બાવનજીભાઈ સાકરીયા વિગેરે વિશ્વાસ આર્કેડ કોમ્પ્લેક્ષમા આવેલ ધ હિન્દુ બ્રાંન્ડ નામની દુકાન સામે હાજર હતા ત્યારે એક સફેદ કલરની મારૂતી વેગનઆર કાર નંબર. જીજે.-૧૩.- એન.-૪૬૨૨ મા ચાર માણસો ઉતરી આવી રવીભાઈ સાથે કોઈ બાકી પૈસાની વાતચીત કરી ભુંડી ગાળો આપી પોલીસ સ્ટેશન જવાનુ બહાનુ કરી પરાણે રવીભાઈને તથા ફરીયાદિને તેમની મરજી વિરૂધ્ધ કારમાં બેસાડી લઈ જઈ ફરીયાદિને રસ્તામા ચુલી ગામ બસ સ્ટેન્ડ પાસે ઉતારી દઈ રવીભાઈને ધ્રાંગધ્રા તરફ કારમાં લઈ જઈ અપહરણ કરી ગયા હતા જેથી આ બનાવ અંગે ધાર્મિકભાઈએ આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આઇપીસી કલમ -૩૬૫,૫૦૪,૧૧૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.