મોરબી સિવિલ હોસ્પિટલમા જન્માષ્ટમી ની રજાઓને ધ્યાનમા રાખીને બ્લડની જરૂરિયાત ઉભી થવાની સ્થિતિ જણાવવામાં આવતા યુવા શક્તિ ગ્રુપના સભ્યો દ્વારા તાત્કાલિક 25 થી વધુ બોટલ બ્લડની વ્યવસ્થા કરવામાં આવી હતી.
તેમજ યુવા શક્તિ ગ્રુપ દ્વારા જન્માષ્ટમી પર્વ દરમિયાન પણ કોઈપણ બ્લડ ગ્રુપ ની ઈમરજન્સી જરૂરિયાત પૂર્ણ કરવાની અવિરત સેવા ચાલુ રહેશે કોઈપણ બ્લડની ઈમરજન્સી જરૂરીયાત માટે કે રક્તદાન કરવા માટે ગ્રુપ ના ૨૪*૭ હેલ્પલાઇન નંબર ૯૩૪૯૩ ૯૩૬૯૩ પર સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.
હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતોએ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે.
રાજ્યમાં ઠંડીનો માહોલ જામ્યો છે. વિવિધ વિસ્તારના લઘુતમ તાપમાન 15 ડિગ્રીની નીચે રહેતા લોકો શિયાળાનો ચમકારો અનુભવી રહ્યા છે. ત્યારે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતોએ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં શનિવારે પણ ઠંડીનું મોજુ યથાવત રહ્યું હતું....
હળવદ મોરબી હાઈવે રોડ ઉપર કડીયાણા ગામ નજીક ખોડલ રામદેવ હોટેલ પાસેથી ટ્રકમાં માટીના પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી દારૂ/બીયરના જથ્થા સાથે બે ઈસમોને મોરબી એલસીબી પોલીસે ઝડપી પાડયા છે જ્યારે અન્ય ત્રણ શખ્સો સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી...
હળવદ તાલુકા જુના દેવળીયા ગામે મહિલાના ઘર પાછળ આરોપી અવારનવાર આવતો હોય જેથી મહિલાના પતિએ આરોપીને પુછતા તું કેમ મારા ઘરની પાછળ આવે છે જે આરોપીને સારૂ નહી લાગતા આરોપીઓએ મહિલાને તથા તેમના પતી તથા સાહેદોને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ...