મોરબી: મચ્છુ -૩ ડેમમાં ડુબી જતાં યુવકનું મોત
મોરબી: મોરબીના મચ્છુ ડેમ -૦૩ મા એક યુવક ડૂબી ગયો હોવાની જાણ મોરબી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસને કરતા મોરબી ફાયરની ટીમ ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને ભારે જેહમત બાદ સુરેશભાઈ નરસીભાઈ વનારીયા (ઉ.વ.૨૭) રહે. સામા કાંઠે પાવર હાઉસની બાજુમાં મામાદેવવાળી શેરી મોરબીવાળાનુ મૃત્યુ નિપજતા મૃતદેહ પાણીમાંથી બહાર કાઢ્યો હતો.