મોરબીમાં યુવકને બે શખ્સોએ લોખંડના રીંગ પાના વડે મારમાર્યો
મોરબી: મોરબી રામ ચોક ઢાળ શનાળા રોડ પર યુવકે બે શખ્સોને પંદર દિવસ માંટે હોટલનો ધંધો કરવા માટે હોટેલ સિંતેર હજાર પેટે આપેલ જે પૈસાની ઉઘરાણી કરતા બંને શખ્સોએ યુવકને લોખંડના રીંગ પાના વડે મારમારી મુંઢ ઈજા પહોંચાડી હતી. આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીજન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મૂળ રાજસ્થાનના વતની અને હાલ મોરબીના શનાળા રોડ રામ ચોક ઢાળ અક્ષર સલુન પાસે રહેતા શંકરલાલ બાબુદાસજી વૈષ્ણવ (ઉ.વ.૩૫) એ આરોપી ભિમ બીકર તથા રોશન પરિવાર બંને રહે. બોમ્બે ફાસ્ટ ફુડ હોટલ શનાળા રોડ રામ ચોક ઢાળ અક્ષર સલુન પાસે તા.જી. મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૭-૦૯-૨૦૨૩ ના રોજ સાંજના સાડા છએક વાગ્યાના અરસામાં ફરીયાદીએ આરોપી ભિમ બીકર તથા રોશન પરિયારને પંદર દીવસ માટે હોટલનો ધંધો કરવાના રૂપિયા સિંતેર હજાર પેટે હોટેલ વેપાર કરવા આપેલ જે પૈસાની ઉઘરાણી કરતા આરોપી ભિમ બીકર તથા આરોપી રોશનએ વારા ફરતી લોખંડનું રીંગ પાનું લઈ ત્રણેક ઘા ફરીયાદીના માથાના પાછળના ભાગે મારતા ઈજા કરી તથા બંન્નેએ શરીરે ઢીંકા પાટુનો માર મારી મુંઢ ઈજા કરી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર શંકરલાલે આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.