વ્હોટ્સએપે હાલમાં ભારે દબાણને કારણે તેની નવી પ્રાઇવસી અપડેટની નીતિ મુલતવી રાખી છે. આવી સ્થિતિમાં, જો વપરાશકર્તાઓ 8 ફેબ્રુઆરી સુધી વોટ્સએપની પ્રાઇવસી અપડેટને મંજૂરી નહીં આપે તો પણ વોટ્સએપ એકાઉન્ટ બંધ નહીં થાય. ફેસબુક અને કંપનીના જણાવ્યા મુજબ, વ્હોટ્સએપના નવા પ્રાઇવસી અપડેટને લઈને વપરાશકર્તાઓમાં મૂંઝવણ છે, જેના કારણે તે મુલતવી રાખવામાં આવી રહી છે, 8 ફેબ્રુઆરીના રોજ કોઈનું પણ અકાઉન્ટ સસ્પેન્ડ કે ડિલિટ થશે નહિ. 15 મેના રોજ બિઝનેસના નવા વિકલ્પો ઉપલબ્ધ બને એ પહેલાં તે પોતાના અનુકૂળ સમયે પોલિસીને રિવ્યૂ કરવા જણાવશે. કંપની વોટ્સએપના નવા પ્રાઇવસી અપડેટ અને તેના વિશે ફેલાતી ભ્રામક માહિતીને લઈને તમામ સ્તરે લોકોને તેના વિશેની સાચી માહિતી ઉપલબ્ધ કરાવવા માંગે છે. તેથી કંપનીએ સ્પષ્ટ કહ્યું હતું કે 8 મી ફેબ્રુઆરી પછી, યુઝરનું વોટ્સએપ એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવશે નહીં અથવા ડિલીટ કરવામાં આવશે નહીં. વ્હોટ્સએપની નવી પોલિસીની જાહેરાત પછી સિગ્નલ અને ટેલિગ્રામ જેવી અન્ય મેસેજિંગ એપ પર યુઝર્સ શિફ્ટ થઈ રહ્યા છે. ભારતમાં આ અઠવાડિયે સિગ્નલ નંબર 1 એપ બની ગઈ. વોટ્સએપની નવી ગોપનીયતા નીતિ 5 જાન્યુઆરીએ ઘોષણા કરવામાં આવી હતી, જેના કારણે વોટ્સએપ વપરાશકારો ખૂબ નારાજ છે. વોટ્સએપ વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે વોટ્સએપની નવી ગોપનીયતા નીતિ ભારતીય નાગરિકોના ગોપનીયતાના અધિકારનો ભંગ કરે છે.