મોરબી: આજે ૨૧ જુન એટલે વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે મોરબીના ડિસ્ટ્રીક્ટ કોર્ટ ખાતે યોગ શિબિર યોજાઈ હતી.
આજે વિશ્વ યોગદિવસ નિમિતે મોરબી ડિસ્ટ્રીક્ટ કોર્ટ ખાતે નામદાર ડીસ્ટ્રીકટ જજ આર.જી. દેવધારા તથા ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઑથોરિટીના ફૂલ ટાઇમ સેક્રેટરી ડી.એ.પારેખ દ્વારા યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટ ન્યાયાધીશ એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ મહીડા, પંડ્યા તથા રાવલ, ખાન, ચંદાણી , ઇજનેર, કોર્ટ સ્ટાફ, તથા વકીલઓએ મોટા પ્રમાણમાં ભાગ લીધો હતો.
આ શિબિરને સફળ બનાવવા નામદાર ડીસ્ટ્રીકટ જજ આર.જી.દેવધારા તથા ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઑથોરિટીના ફૂલ ટાઇમ સેક્રેટરી ડી.એ.પારેખ તથા મોરબી જિલ્લાના વકીલ મંડળના પ્રમુખ દિલીપભાઈ અગેચાણીયા તથા અન્ય વકીલઓએ હાજર રહી આ શિબિરનો લાભ લીધો હતો.

