એક અધ્યયન મુજબ, ઊંઘમાં ખલેલ થવી તેની સીધી અસર સામાજિક સંબંધો પર પડે છે. અને માનવી એકલતાપણું અનુભવે છે. જે લોકો વ્યસ્તતાને લીધે ઓછી ઊંઘ લે છે અથવા જેને ઊંઘ ન આવવાની તકલીફ થાય છે, તેઓના મનમાં સમાજ પ્રત્યે વધુ અણગમો હોય છે. આવા લોકો સમાજમાં હાજર અન્ય લોકો સાથે જોડાતા નથી. તેઓને સોશિયલાઈઝ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે, તેથી માત્ર સ્વાસ્થ્યને બચાવવા માટે જ નહીં પરંતુ પ્રેમાળ સંબંધો જાળવી રાખવા અને સામાજિક રીતે સક્રિય રહેવા સારી ઊંઘ લેવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.
તેની સીધી અસર મગજ પર પડે છે.
સારી નિંદ્રા વિના, લોકોને ફક્ત શારીરિક સ્વાસ્થ્ય જ નહીં, માનસિક મોરચે પણ ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તેઓ ચીડિયાપણું અને થાકથી હંમેશાં ઘેરાયેલા રહે છે, તો પછી કોઈ પણ કારણ વગર વ્યક્તિ ગુસ્સે થઈ જાય છે. દિલ અને દિમાગનું ભારીપણું અનેક વાતમા મૂંઝવણ ઉભી કરે છે. મનમાં બેચેની રહે છે.ઓછી ઊંઘ લેનાર લોકો તેમની લાગણીઓને કાબૂમાં કરી શકતા નથી. તેઓ તેમની આસપાસની પ્રવૃત્તિઓ પર સક્રિય રીતે પ્રતિક્રિયા આપી શકતા નથી. કંઇક નવું શીખવાની ઇચ્છા પણ ઓછી થઈ જાય છે, રાત્રે યોગ્ય રીતે ન સૂવાને કારણે મન ગઈકાલની વાતોમાં અથવા આવતીકાલની ચિંતામાં ફસાઇ જાય છે. આવા લોકો અજાણતાં સામાજિક જીવનથી દૂર થઈ જાય છે.
અકસ્માત થવાની સંભાવના રહે છે.
ઉંઘનો અભાવ પણ માર્ગ અકસ્માતનું એક મુખ્ય કારણ છે. જો નિંદ્રા પૂર્ણ ન થાય તો શરીર જ નહીં મન પણ થાકી જાય છે. અને સાથે જ દિનચર્યાને અસર થાય છે.
ઉંઘનો અભાવ આરોગ્ય પર સીધી અસર કરે છે.
ઉંઘનો અભાવ આરોગ્ય પર સીધી અસર કરે છે. એટલું જ નહીં, મેદસ્વીપણું, તણાવ, હેમરેજ, અસ્વસ્થતા અને હાયપરટેન્શન જેવા રોગો નિંદ્રાના અભાવ સાથે સંકળાયેલા છે. ઓછી નિંદ્રા ત્વચા અને આંખો માટે પણ ખૂબ નુકસાનકારક છે. સારી રીતે સૂઈ ન શકવાના કારણે, ત્વચા પર સમય પહેલા જ કરચલીઓ દેખાવા લાગે છે. આંખોમાં પણ થાક દેખાય છે. યાદશક્તિ નબળી પડવા માંડે છે.