વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવી મોરબી જિલ્લાનું ગૌરવ વધારતા પ્રાથમિક શિક્ષકો
માધવ ચેરીટેબલ ટ્રસ્ટ આયોજીત પ્લાસ્ટિક મૂક્ત શાળા અભિયાન અંતર્ગત ગુજરાતના ૧૩૦ જેટલા શિક્ષકો દ્વારા ૩ લાખ પ્લાસ્ટિક બોટલોમાં નકામું પ્લાસ્ટિક ભરી વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં આવ્યો હતો. જેની વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં નોંધ લેવામાં આવી હતી. આ પ્લાસ્ટિકની નકામી બોટલોને બાળકોના શિક્ષણકાર્યમાં તેમજ શાળા સુશોભન માટે ઉપયોગમાં લેવામાં આવી હતી. જે અંતર્ગત તા.- ૦૨૯/૧૨/૨૦૨૪ રવિવારના રોજ ગાંધીનગર ખાતે સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો.
જેમાં મોરબી તાલુકામાં શ્રી નાનીવાવડી કુમાર પ્રાથમિક શાળાના ગુજરાત રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા અશોકકુમાર મહાદેવભાઈ કાંજીયા, ટંકારા તાલુકામાંથી ચિત્રકુટ એવોર્ડ વિજેતા ગીતાબેન સાંચલા તેમજ તાલુકા શ્રેષ્ઠ શિક્ષક હેતલબેન સોલંકીને તેમના આવા પ્રેરણાત્મક કાર્ય બદલ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ પ્રમાણપત્ર અને મેડલ અર્પણ કરી સન્માનીત કરવામાં આવ્યા હતાં.
આ સન્માન સમારંભમાં પુર્વ શિક્ષણ નિયામક એમ.કે.રાવલ, સમગ્ર શિક્ષા સચિવ એમ.પી. મહેતા, માધ્યમિક શિક્ષણ બોર્ડ મદદનિશ સચિવ પુલકિત જોષી, ચકલી બચાવો અભિયાનના પ્રણેતા રજનીશભાઈ પટેલ, દિવાસ્વપ્ન ફિલ્મ નિર્માતા નરેશભાઈ, મિસ યુનિવર્સ નિપાબેન, સુરેશભાઈ ઠક્કર વગેરે હાજર રહ્યા હતા. આ અભિયાનને વધુમાં વધુ લોકો સુધી લઈ જવા માટે જોષી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો.
સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન અભિયાનના પ્રણેતા મિનેષભાઈ પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું હતું.