Thursday, January 9, 2025

લોકોના કામ ઝડપથી થાય તે હેતુથી મોરબી મહાનગરપાલિકાને બે ઝોનમાં વિભાજિત કરાઈ 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં વહીવટી સરળતા માટે તેમજ લોકોના કામનો ઝડપી નિકાલ થાય. તેમજ લોકોને પોતાના વિસ્તારથી નજીકમાં સુવિધાઓ મળી રહે તે માટે મોરબી મહાનગરપાલિકાને ૨ ઝોનમાં વિભાજીત કરવાનું નક્કી કરેલ છે.

તેથી મોરબી મહાનગરપાલિકા વિસ્તારને પૂર્વ ઝોન તેમજ પશ્ચિમ ઝોન તરીકે વહેચણી કરવામાં આવે છે પૂર્વ ઝોનની ઓફીસ રેઇન બસેરા, રેલ્વે સ્ટેશન રોડ, મોરબી અને પશ્ચિમ ઝોનની ઓફીસ મોરબી મહાનગરપાલિકાએ કાર્યાન્વિત કરવામાં આવે છે.

તેમજ પૂર્વ ઝોનમાં વહીવટી કામગીરી માટે ડેપ્યુટી કમિશનર (પ્રોજેક્ટ) સંજયકુમાર સોની અને પશ્વિમ ઝોન વહીવટી કામગીરી માટે ડેપ્યુટી કમિશનર (વહીવટ) કુલદિપસિંહ વાળા રહેશે.

બંને ઝોનનો વિસ્તાર નીચે પ્રમાણે રહેશે.

પૂર્વ ઝોન ગામ: ભડિયાદ (જવાહર), ત્રાજપર (માળિયા વનાળીયા), મહેન્દ્રનગર (ઇન્દિરાનગર), અમરેલી અને નગરપાલિકા વોર્ડ નં -૨,૩,૪,૫,૬,૧૩.

પશ્વિમ ઝોન ગામ: શકતશનાળા, રવાપર, લીલાપર, નાની વાવડી, માધાપર/વજેપર ઓ.જી. અને નગરપાલિકા વોર્ડ નં.૧,૭,૮, ૯, ૧૦, ૧૧, ૧૨ રહશે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર