Friday, November 22, 2024

લાંબા દેખાવા માટે શોર્ટ હાઈટ ધરાવતી મહિલાઓ આ રીતે સાડી પહેરો,થશે ફાયદો !

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

અલબત્ત, સમય બદલાયો છે અને વેસ્ટર્ન આઉટફિટ્સ પહેરતી મહિલાઓનો ક્રેઝ પણ વધ્યો છે. પરંતુ આજે પણ સાડી પ્રત્યે મહિલાઓનો પ્રેમ ઓછો થયો નથી. દરેક સ્ત્રીના વોર્ડરોબમાં ઓછામાં ઓછી એક સાડી તો હશે જ. સાડી પહેર્યા પછી મહિલાઓ પણ એક અલગ સ્માર્ટનેસ લઈને આવે છે. પરંતુ જે મહિલાઓની ઉંચાઈ ઓછી છે, તેઓ સાડી પ્રેમી હોવા છતાં સાડી પહેરવામાં મુંજાય છે.ખરેખર, ટૂંકી ઉંચાઇવાળી મહિલાઓ સાડીને યોગ્ય રીતે ડ્રેપ કરતી નથી,તેથી તેમની હાઈટ ઓછી લાગે છે પરંતુ બોલિવૂડમાં ઘણી એવી અભિનેત્રીઓ છે, જેની ઉંચાઈ વધારે નથી, છતાં જ્યારે તે સાડી પહેરે છે ત્યારે તે ટોલ અને સુંદર લાગે છે.જો તમારી ઉચાઈ ઘણી ઓછી છે અને તમે જલ્દી જ લગ્ન કરવા જઇ રહ્યા છો, તો સ્વાભાવિક છે કે લગ્ન પછી તમારે કોઈક પ્રસંગે સાડી પહેરવી પડશે. આવી સ્થિતિમાં સાડીની કેટલીક સરળ ટિપ્સ અપનાવીને બોલીવુડ અભિનેત્રીઓની જેમ લાંબી અને સુંદર લાગી શકે છે. આ માટે, તમારે સેલિબ્રિટી બ્યૂટી આર્ટિસ્ટ અને સાડી ડ્રેપિંગ એક્સપર્ટ પૂનમ ચોગ દ્વારા ઉલ્લેખિત આ ટીપ્સ પર ધ્યાન આપવું પડશે.

ઓછી હાઈટવાળી મહિલાઓએ કેવા રંગની સાડી પહેરવી ?

બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટની હાઈટ લગભગ 5 ફૂટ 3 ઇંચ છે. આ તસવીરમાં આલિયાએ રેડ નેટ સાડી પહેરી છે. જો તમારી હાઈટ 5 ફુટથી 5 ફૂટ 3 ઇંચની છે, તો તમારે ડાર્ક રંગ પસંદ કરવો જોઈએ. તમાર હાઈટ ડાર્ક કલર્સ સાડીમાં વધુ જોવા મળશે. સિંગલ કલરની સાડી પહેરવી શ્રેષ્ઠ રહેશે. જો સાડીમાં વધારે રંગ હોય તો તમારી હાઈટ દબાય શકે છે. ડાર્ક કલરમાં, તમે નેવી બ્લુ, બ્લેક, રેડ, મરૂન, બ્રાઉન અને ડાર્ક ગ્રીન પસંદ કરી શકો છો. વળી, ઓછી હાઈટવાળી મહિલાઓએ કોટન અને હાર્ડ ફેબ્રિક સાડીઓ પસંદ કરવી જોઈએ નહિ.તમે સિલ્ક, સોફ્ટ નેટ, જ્યોર્જિટ અને શિફોન સાડી પહેરી શકો છો.

 

ઓછી હાઈટ ધરાવતી મહિલાઓએ કઈ પેટર્નની સાડી પહેરવી જોઇએ ?

બોલિવૂડ એક્ટ્રેસ કોંકણા સેન શર્માની હાઈટ લગભગ 5 ફૂટ 1 ઇંચ છે. આ તસવીરમાં તેણે ચોકઠાવાળી સાડી પહેરી છે. જો તમારી હાઈટ પણ 5 ફૂટની આસપાસ હોય, તો તમારે સોલિડ કલરની સાડી પહેરવી જોઈએ. પૂનમ કહે છે, “જો સાડીમાં પેટર્ન હોય તો ઉંચાઇ ઓછી દેખાશે. પરંતુ જો તમારે હજી પણ પેટર્નવાળી સાડી પહેરવી હોય તો તમારે ઉભી પેટર્નવાળી સાડી પહેરવી જોઈએ. માત્ર આ જ નહીં, સાડીમાં બોર્ડર પણ હોવી જોઈએ નહીં, તે તમારી હાઈટને ઓછી દેખાડશે. સૌથી શ્રેષ્ઠ, તમે વર્ટિકલ વેવ પ્રિન્ટ, મોટિફ પ્રિન્ટ, સ્ટ્રીપ્સ પ્રિન્ટ સાથે તમારી પોતાની સાડી પસંદ કરી શકો છો.

ઓછી હાઈટવાળી મહિલાઓએ સાડી કઈ રીતે પહેરવી ?

સાડી પહેરતી વખતે તમારા શરીરનો ઉપરનો ભાગ શોર્ટ છે કે નીચેનો ભાગ એ ધ્યાનમાં રાખવું ખૂબ જ જરૂરી છે. આ તસવીરમાં બોલીવુડ અભિનેત્રી જાહ્નવી કપૂર જુઓ. જાહ્નવી કપૂરની હાઈટ લગભગ 5 ફુટ 3 ઇંચ છે. તસવીરમાં જાહ્નવી કપૂરે ખૂબ જ સુંદર રીતે બ્લુ સાડી લગાવી છે. પૂનમ કહે છે, ‘કેટલીક મહિલાઓના પગ લાંબા હોય છે. આવી મહિલાઓ લો-વેસ્ટ સાડીઓ પહેરી શકે છે. પરંતુ જેમના પગ ટૂંકા છે, તેઓએ લો-વેસ્ટ સાડી ન પહેરવી જોઈએ. ઉપરાંત, ઘેરદાર પેટીકોટ્સને બદલે ફિટ પેટીકોટ્સ પહેરો જે આ સાડીને ખૂબ સારી રીતે ડ્રેપ કરે છે અને ફિટિંગ પણ સારી આપે છે.

તમે બજારમાંથી સરળતાથી લાઇક્રા ફેબ્રિક પેટીકોટ્સ શોધી શકો છો. આ પેટીકોટ્સ પહેરવાથી તમારું શરીર પાતળું અને લંબાઈ વધુ દેખાય છે. તમારે પટલીઓ પણ સરખી રીતે વાળવી જોઇએ.ઓછી હાઈટવાળી મહિલાઓ માટે પાતળી પાટલીઓ વાળીને ખભા પર પિનઅપ કરવાનું શ્રેષ્ઠ છે. જો તમે પલ્લું ખોલીને સાડી પહેરો છો, તો તે તમને સારી લાગશે નહીં. હા, જો તમે ખૂબ પાતળા છો તો તમે આમ કરી શકો છો.

શોર્ટ હાઈટવાળી મહિલાઓએ કયા પ્રકારનું બ્લાઉઝ પહેરવું જોઈએ?

જો હાઈટ ઓછી હોય, તો તમારે બ્લાઉઝ એવું ન પહેરવા જોઈએ જેની નેકલાઈન ઓછી ડિપ હોય અથવા ચોકર હોય. બોલીવુડ અભિનેત્રી રાની મુખર્જીની આ તસવીર જુઓ. રાનીની હાઈટ લગભગ 5 ફુટ 1 ઇંચની છે, જેમાં લાંબી સ્લીવ્ઝવાળા રાઉન્ડ નેક બ્લાઉઝ પહેરેલ છે. જો તમારી પણ હાઈટ રાની જેટલી હોય તો તમારે ડીપ રાઉન્ડ નેક, વી-નેકલાઇન, ડીપ નેકલાઈન અથવા ટર્ટલ નેકલાઇનવાળા બ્લાઉઝ પહેરવા જોઈએ. ધ્યાનમાં રાખો કે બ્લાઉઝની બેક સાઈડ ઓપન હોવી જોઇએ. વળી, જો બ્લાઉઝ ફુલ સ્લીવ્ડ છે, તો સાડીમાં તમારી હાઈટ વધુ દેખાશે.

શોર્ટ હાઈટવાળી સ્ત્રીઓએ સાડી સાથે મેકઅપની અને એસેસરીઝ કેવી રીતે પહેરવી જોઇએ ?

સાડીની સાથે તમારા જ્વેલરી અને મેકઅપની પણ ખાંસી જરૂર પડે છે. ઓછી હાઈટવાળી મહિલાઓએ ઓછામાં ઓછી જ્વેલરી પહેરવી જોઈએ. ઉપરાંત તમારે લાંબી ઇયરિંગ્સ, લાંબી બિંદી અને પફ હેરસ્ટાઇલ પસંદ કરવી જોઈએ. ઉપરાંત, પેંસિલ હીલ્સ અથવા બ્લોક હીલ્સ ન પહેરશો. સાડીની ઉંચાઈને એકસરખી રાખવા માટે પ્લેટફોર્મ હીલ્સ શ્રેષ્ઠ છે. તમે ઇચ્છો તો વેજી હીલ્સ પણ પહેરી શકો.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર