મહિલા સ્વાસ્થ્ય અને આત્મનિર્ભર બંને તે હેતુથી પગભર સફળતા ઉત્સવની ઉજવણી કરાઈ
રાજકોટ: મહિલા સ્વાસ્થ્ય અને આત્મનિર્ભર મહિલા બંને તે હેતુથી પગભર સફળતા ઉત્સવની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં પગભર ટીમનો પરિવાર ૨૫૦ થી વધારે લોકોએ પોતાના સ્વાસ્થ્ય અને આર્થિક લાભ મેળવ્યો જેનો ઉત્સવ યોજાયો અને પગભરના વિવિધ માઈલસ્ટોન હાસલ કરનારનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.
જેમાં પર્લ સન્માન સ્વીકારનાર દીપાવલીબેન પગાની ગોલ્ડ સન્માન સ્વીકારનાર મેઘાબેન વ્યાસ અને રીન્કીબેન ગુપ્તા અને સિલ્વર સન્માન સ્વીકારનારની સંખ્યા છ લોકોની હતી. તેમજ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી થઈ અને બાદમાં ટીમ પગભરના સભ્યને વિવિધ ગેમ્સ રમાડવામાં આવી અને ત્યાર પછી પગભર પેન્ટી લાઈનરનું પ્રોડક્ટ લોન્ચ કર્યું અને પગભરના CMD દિનેશભાઈ પંડ્યા દ્વારા પ્લાન અને મોટીવેશન સ્પીચ આપવામાં આવી અને ત્યારબાદ તમામ સભ્યોને પર્લ ગોલ્ડ અને સિલ્વરથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમનું સંચાલન દેવીબેન પંડ્યા અને વૈદેહી પંડ્યા દ્વારા કરવામાં આવ્યું હતું અને અંતમાં શ્રધાબેન પંડ્યાએ તમામ અચીવર્સને અભિનંદન પાઠવ્યા અને તમામનો આભાર માન્યો હતો. તથા જેમણે પણ ટીમ પગભર સાથે જોડાવવું હોય તો મો – ૯૯૦૯૪ ૮૭૮૮૭ પર સંપર્ક કરવો.