જેતુનબેન શાપર-વેરાવળ ખાતે ગ્રામ હાર્ટમાં ત્રણ વર્ષથી ભાડા વિનાની દુકાનમાં બંગડીનું વેચાણ કરી ઘરનું ગુજરાન ચલાવે છે
વંદે ગુજરાત અંતર્ગત મોરબી ખાતે યોજાયેલા સખી મેળામાં ગુજરાત ભરમાંથી ૬૦ જેટલા સખી મંડળોએ ભાત-ભાતની સામગ્રી સાથેના સ્ટોલ રાખ્યા હતા જેમાં અનેક મહિલાઓએ સારી એવી આવક આ સાત દિવસ દરમિયાન મેળવી છે.
રાજકોટમાં રોયલ બચત જૂથ સખીમંડળ હેઠળ હાથ-કારીગરીથી બંગડી બનાવતા જેતુનબેન બેલીમે પણ આ સખી મેળા હેઠળ સ્ટોલ રાખી બંગડીઓ તથા કટલેરી નું વેચાણ કર્યું હતું.
આ તકે જેતુનબેન બેલીમ જણાવે છે કે, અમે ૧૨ વર્ષથી આ સખી મંડળની સાથે જોડાયેલા છીએ. શરૂઆતમાં કંઈ નહોતું ત્યારે અમને સરકારની દસ હજારની સહાય મળી અને અમે આટલા આગળ વધી શક્યા. અમારા સખી મંડળની બહેનો હાથે જ પાટલા અને બંગડીઓ બનાવી આજીવિકા મેળવે છે. ઉપરાંત અમને અત્યાર સુધી ગુજરાત સિવાય અન્ય રાજ્યોમાં પણ વિનામૂલ્ય સ્ટોલ ફાળવવામાં આવ્યા છે. ત્યાં પણ સરકાર દ્વારા તમામ સુવિધાઓ આપવામાં આવે છે અને કોઈપણ વાતની મુશ્કેલી ન પડે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. ગુજરાત સિવાય અન્ય ૧૫ રાજ્યોમાં પણ અમે સ્ટોલ રાખી ખૂબ સારું એવું વેચાણ કર્યું છે.
વધુમાં તેઓ તેમણે જણાવ્યું હતું કે મહિલાઓએ આવા સખી મંડળોમાં વિશેષ રસ લેવો જોઈએ. મહિલા પોતાને સ્વનિર્ભર થવા તેમ જ પરિવારના ગુજરાન માટે તે આવા સખી મંડળોમાં જોડાય તે ખૂબ જરૂરી છે મહિલાઓને વિનામૂલે સ્ટોલ સાથે તમામ સુવિધાઓ મળે છે ત્યારે હું બહેનોને અપીલ કરું છું કે વધુને વધુ આવા સખી મંડળોમાં જોડાઈ અને આ પ્રકારના સખી મેળાઓનો લાભ મેળવે.
ઉલ્લેખનીય છે કે જેતુનબેન ને સરકાર દ્વારા શાપર-વેરાવળ (રાજકોટ) ખાતે સરકાર દ્વારા ફાળવેલ ગ્રામ હાર્ટમાં પણ ભાડા વિનાની દુકાન ફાળવવામાં આવી છે જ્યાં તેઓ છેલ્લા ત્રણ વર્ષથી સારી એવી કમાણી કરી ઘરનું ગુજરાન ચલાવી રહ્યા છે