ટંકારામાં મહીલા પર દંપતીનો હુમલો
ટંકારા: ટંકારાના જબલપુર રોડ ઈન્દ્રપ્રસ્થ સોસાયટીમાં મહીલા પોતાના ઘર પાસે આવેલ પાણીના ટાંકા પાસે કપડા ધોતા હોય ત્યારે એક શખ્સે મહીલાને કહેલ પાણી ઓછું બગાડો જેથી મહીલાએ શખ્સને કહેલ કપડાં ધોવું છું પાણી નથી બગાડતી તેમ કહેતા શખ્સ જેમફાવે બોલાવા લાગેલ તેમજ આરોપીના પત્ની આવી મહીલાને ગાળો આપી મુંઢમાર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર મહીલાએ આરોપી દંપતી વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ ટંકારાના જબલપુર રોડ ઉપર ઈન્દ્રપ્રસ્થ સોસાયટીમાં રહેતા રણજીતાબેન સંજયભાઈ સવસાણી (ઉ.વ.૩૫) એ આરોપી મુકેશભાઈ ચંદારાણા તથા ડોલીબેન મુકેશભાઈ ચંદારાણા રહે બંને ટંકારા ઈન્દ્રપ્રસ્થ સોસાયટીમાં તા. ટંકારવાળા વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૦૩-૦૯-૨૦૨૩ ના રોજ સવારના આશરે સાડા દસેક વાગ્યાના અરસામાં ફરીયાદી પોતાના ઘર પાસે આવેલ પાણીના ટાંકા પાસે કપડા ધોતા હોય તે વખતે આ કામના આરોપી મુકેશભાઈએ ફરીયાદીને કહેલ કે પાણી ઓછુ બગાડો જેથી ફરીયાદીએ આરોપીને કહેલ કે હુ પાણી બગાડતી નથી કપડા ધોવુ છુ તેમ કહેતા જેમફાવે તેમ બોલવા લાગેલ અને આરોપી નંબર- ૦૨ નાએ આવી ફરીયાદીને ગાળો આપી ઢીકાપાટુનો મુંઢમાર મારી વાળ પકડી જમીન પર પછાડી દઇ મુંઢઇજા કરી તથા આ કામના સાહેદ સંજયભાઇ તથા ખોડુભાઇ આરોપી ડોલીબેનને તેના ઘર પાસે સમજાવવા જતા આરોપી ડોલીબેનએ ઘરમાંથી તલવાર કાઢી બહાર આવતા સાહેદ ખોડુભાઇએ તેમની પાસેથી તલવાર છીનવી લેતા તથા ફરીયાદી તથા સાહેદોને આરોપીઓએ ગાળો આપતા તથા આરોપી ડોલીબેનએ ફરીયાદીને મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર રણજીતાબને આરોપીઓ વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.