વાંકાનેર મોરબી નેશનલ હાઈવે પર વઘાસિયા ગામ પાસે આવેલ ટોલ પ્લાઝા પર આટલા સમયથી ટોલ પ્લાઝા આસપાસનાં ગામના વાહન ચાલકો પાસેથી ટેક્ષ લેવામાં આવતો નથી પરંતુ હાલમાં જ એજન્સી બદલાયેલ હોય જેઓ આસપાસના ગામના વાહન ચાલકો પાસેથી ટેક્ષ લેવાની વેતરણમાં હોય જે મુદ્દે મોટી બબાલ થવાના એંધાણ વર્તાઇ રહ્યા છે…
પ્રાપ્ત માહિતી મુજબ છેલ્લા પંદર વર્ષથી વઘાસિયા ગામના અને વાંકાનેર તાલુકા કરણી સેના અધ્યક્ષ રાજેન્દ્રસિંહ ઝાલા ટોલ પ્લાઝા નું સંચાલન કરતા હતા જેથી આસપાસના ગામના વાહન ચાલકો માટે કોઈ ટેક્ષ લેવામાં આવતો નહિ અને બધું બરોબર ચાલતું હતું પરંતુ નવી એજન્સી દ્વારા પંદર વર્ષથી કોઈ જ ફરિયાદ કે માથાકૂટ વગર શાંતિથી કામગીરી સંભાળતા રાજેન્દ્રસિંહ ઝાલાને બદલે અન્યને કામ આપવાનું વિચારી રહ્યાં છે સાથે ટોલ પ્લાઝા આસપાસનાં ગામના વાહન ચાલકો પાસેથી પણ ટેક્સ વસુલવાની વાત વહેતી થઈ છે જે બાબતે ગામ લોકોમાં રોષ વ્યાપી ગયો છે જે ગમે ત્યારે જ્વાળામુખી રૂપે ફાટે અને મોટી બબાલ થવાના એંધાણ વર્તાઈ રહ્યાં છે ત્યારે કંપનીએ વિચારવું રહ્યું કે વર્ષોથી શાંતિપૂર્વક કામગીરી સંભાળી રહેલા સંચાલકને બદલવાથી દુર્ઘટના ઘટી શકે છે.