વાંકાનેરના આરોગ્યનગરનાં રહેણાંક મકાનમાંથી 552 બોટલ વિદેશી દારૂના જથ્થા સાથે એક ઝડપાયો
વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર શહેરના આરોગ્યનગરમાં આવેલ એક રહેણાંક મકાનમાં દરોડો પાડી કુલ 552 બોટલ વિદેશી દારૂના જથ્થા સહિત કુલ રૂ. 1,42,320ના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી અન્ય એક આરોપીને ફરાર ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેરના આરોગ્યનગરમાં શેરી નં. 5 માં આવેલ અજયસિંહ વનરાજસિંહ ઝાલાના રહેણાંક મકાનમાં દરોડો પાડી મકાનમાં પાછળના ભાગે બેઠકરૂમમાંથી 264 બોટલ વિદેશી દારૂ તથા 288 નંગ વિદેશી દારૂના ચપલા સહિત કુલ રૂ. 1,42,320 ના મુદ્દામાલ સાથે આરોપી કિશનભાઇ અશોકભાઈ ખિરૈયા (ઉ.વ. ૩૦, રહે. આરોગ્યનગર શેરી નં. ૪)ની સ્થળ પરથી ધરપકડ કરી આરોપી અજયસિંહ વનરાજસિંહ ઝાલા સ્થળ પર હાજર નહી મળી આવતાં તેને ફરાર દર્શાવી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે