વાંકાનેરના દિઘલીયા ગામે પ્રેમ સંબંધમા પુત્રીની માતા-પિતાએ અને દિકરીએ કરી હત્યા
વાંકાનેર: વાંકાનેર તાલુકાના દિઘલીયા ગામે સગીરાને આરોપીએ તેના પ્રેમી સાથે વાત કરવાની ના પાડી હોવા છતાં વાત કરતા પકડાઇ જતા માતા પિતા સહિત પુત્રીએ રાતે ગળુ દબાવી દિકરીનુ મૃત્યુ નીપજાવ્યુ હતુ. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના દીઘલીયા ગામે રહેતા દિનેશભાઇ ગૌરીદાસ ગોંડલીયા (ઉ.વ.૪૪) એ આરોપી મહેશભાઈ રવીરામભાઈ ગોંડલીયા તથા સુરેખાબેન મહેશભાઈ ગોંડલીયા અને હીરલબેન મહેશભાઈ ગોંડલીયા રહે. બધા દીઘલીયા ગામ તા. વાંકાનેરવાળા વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૨૬-૦૩-૨૦૨૪ ના રોજ વહેલી રાત્રીના આશરે પોણા વાગ્યાના અરસામાં આરોપી મહેશભાઈ તથા સુરેખાબેનની દિકરી રીંકલ મહેશભાઇ આશરે ઉવ.૧૬ વર્ષ વાળીને તેના પ્રેમી રાહુલ સાથે પ્રેમ સબંધ રાખવાની ના પાડેલ હોય તેમ છતા રીંકલ તેના પ્રેમી સાથે ફોનમાં વાતો કરતી હોવાની આરોપી સુરેખાબેનને ખબર પડી જતા તેને સમજાવતા તે સમજેલ ન હોય જેનો ખાર રાખી મરણ જનાર સુતી હતી ત્યારે આરોપી મહેશભાઈએ રીંકલના પગ પકડી રાખી તેમજ આરોપી હીરલબેને એ રીંકલના બન્ને હાથ તેના પેટ ઉપર પકડી તેની માથે બેસી જઇ તથા આરોપી સુરેખાબેનએ ઓશીકાથી મુંગો દઇ, હાથેથી તથા દુપટાથી ગળુ દબાવી રીંકલનું મોત નિપજાવી રીંકલ જે ફોનથી વાતચીત કરતી હતી તેના સમીકાર્ડનો નાશ કરી તથા રીંકલ હાર્ટ એટેકથી મરણ ગયેલ છે તેવી ખોટી હકિકત તમામને જણાવી હતી. આ બનાવ અંગે દિનેશભાઇએ આરોપીઓ વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ઇપીકો કલમ -૩૦૨,૧૯૩,૨૦૧,૧૧૪ ૩૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
