Sunday, November 24, 2024

શું કોરોના કોકટેલ દવાઓથી મરી જશે? દિલ્હીમાં ઉપયોગ શરૂ, નવા દર્દીઓ પર 70% સુધી અસરકારક.

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

કોરોના વાયરસ રોગચાળા વિરુદ્ધ ચાલી રહેલા યુદ્ધમાં હવે દેશને વધુ એક શસ્ત્ર મળ્યું છે. કોરોનાને હરાવવા અસરકારક એવી monoclonal antibodies cocktail (મોનોક્લોનલ એન્ટિબોડીઝ )એટલે કે ભારતમાં કોકટેલ દવાનો ઉપયોગ શરૂ થઇ ગયો છે. સ્વિટ્ઝરલેન્ડની દવાની કંપની રોશે અને સિપ્લા દ્વારા ભારતમાં તેને લોન્ચ કરવામાં આવી હતી. આ મોનોક્લોનલ એન્ટિબોડી કોકટેલ દવાને લઈને દાવો કરવામાં આવ્યો છે કે જો કોરોનાના દર્દીને આ આપવામાં આવે તો તે 70 ટકા સુધી તે અસર કરે છે. આની મદદથી દર્દીને હોસ્પિટલમાં દાખલ થવાની સંભાવના ઘટે છે.

આ કોકટેલ દવા કેવી રીતે કામ કરે છે?

હકીકતમાં, ‘એન્ટિબોડી કોકટેલ’ એ બે દવાઓનું મિશ્રણ છે જે કોરોના સામે લડવામાં દર્દીની તાકાતમાં વધારો કરે છે. તેમાં કાસિરિવિમેબ (Casirivimab) અને ઇમ્દેવીમેબ (Imdevimab) દવાઓનો સમાવેશ થાય છે આ બંને દવાઓમાંથી 600-600 એમજી મિક્સ કરીને ‘એન્ટીબોડી કોકટેલ’ દવા તૈયાર કરવામાં આવે છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આ દવા કોરોના વાયરસને માનવ કોશિકાઓમાં પ્રવેશતા અટકાવે છે, તે શરીરમાં કોરોના વાયરસના વિકાસને રોકી દે છે. કોરોના દર્દીઓમાં આ દવા એક પ્રકારે બ્લોકિંગ મેકેનિઝમની જેમ કામ કરે છે. જે વાયરસને પોષણ મેળવતા અટકાવે છે, આમ વાયરસને વધતા અટકાવે છે.

આ દવા કેવી રીતે આપવામાં આવે છે?

એન્ટિબોડી કોકટેલ એ એક પ્રકારનું ઇમ્યુનિટી બૂસ્ટર છે, જેને વ્યક્તિ કોરોના પોઝિટિવ નોંધાયાના 48થી 72 કલાકની અંદર આપવામાં આવે છે. માહિતી અનુસાર આ દવા આપવામાં 20થી 30 મિનિટનો સમય લાગે છે. દવા આપ્યા પછી, કોઈપણ દર્દીને સાવચેતી તરીકે થોડા સમય માટે નિરીક્ષણ હેઠળ રાખવામાં આવે છે, જેમ કે રસી સમયે તેને નિરીક્ષણ હેઠળ રાખવામાં આવે છે.

ભારતમાં આ દવા સપ્લાય કરવા માટેની જવાબદારી હાલ સિપ્લા કંપની પાસે છે. આ દવાઓ હાલમાં અમુક જ શહેરોમાં જ ઉપલબ્ધ છે, જેને કેટલીક હોસ્પિટલોમાં પણ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. તેનો ઉપયોગ વધતા ઉત્પાદનમાં પણ વધારો કરવામાં આવશે. સિપ્લા ઉપરાંત Zydus (ઝાયડસ) કંપનીએ પણ આ એન્ટીબોડી કોકટેલના ક્લિનિકલ ટ્રાયલ માટે પરવાનગી માંગી છે.

મહત્વનું છે કે આ તે દવા છે જે પાછલા વર્ષે કોરોનાથી સંક્રમિત થયા બાદ તત્કાલિન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને આપવામાં આવી હતી. તે સમયે આ દવા ખુબ ચર્ચામાં આવી હતી. હવે ભારતમાં પણ આ દવા પહોંચી ચુકી છે. આ દવાની એક ડોઝની કિંમત 59 હજાર જેટલી છે. ટૂંક સમયમાં દિલ્હીની અન્ય હોસ્પિટલોમાં આ દવાનો ઉપયોગ કરવામાં આવશે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર