બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ તાજેતરમાં જ તેના કતિથ બોયફ્રેન્ડ રણબીર સાથે વેકેશનની મજા માણતા જોવા મળી હતી. અને ત્યારબાદ તે ફિલ્મ્સના શૂટિંગમાં ખૂબ વ્યસ્ત દેખાય રહી હતી. શૂટિંગ દરમિયાન પણ તે સોશિયલ મીડિયા પર ચાહકો સાથે પોતાની એક્ટિવિટી શેર કરતી રહે છે, પરંતુ આ દિવસોમાં આલિયા ભટ્ટ કઠિન તબક્કામાંથી પસાર થઈ રહી છે. આ માહિતી ખુદ અભિનેત્રીએ સોશિયલ મીડિયા દ્વારા આપી છે. ખરેખર આલિયા ભટ્ટની સૌથી પ્રિય પાલતુ બિલાડી હવે દુનિયામાં નથી. જેના કારણે તે ખૂબ જ દુ:ખી અને પરેશાન છે. આલિયા ભટ્ટની બિલાડીનું નામ શીબા હતું. તાજેતરમાં તેનું અવસાન થયું છે. અભિનેત્રીએ પોતે સોશિયલ મીડિયા દ્વારા આ વિશે માહિતી આપી છે અને તેના માટે દુ: ખ વ્યક્ત કર્યું છે. આલિયા ભટ્ટે શીબાને તેની દોસ્ત માની અને તે બિલાડી સાથે ખૂબ જ લાગણીથી જોડાયેલી હતી. શીબાના મોતની વેદના ફક્ત આલિયા ભટ્ટ જ નહીં પરંતુ તેના સમગ્ર પરિવારને છે.
તેણે તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની બિલાડી (શીબા) સાથે એક ફોટો શેર કર્યો હતો. જેમાં આલિયાએ બિલાડીને ખોળામાં રાખી છે, ફોટોમાં તેની બિલાડી એકદમ ક્યૂટ લાગી રહી છે. ફોટો શેર કરતી વખતે આલિયાએ કેપ્શનમાં લખ્યું, ‘ગુડબાય માય એન્જલ’. આલિયા સિવાય તેની માતાએ પણ શીબાના મોત પર શોક વ્યક્ત કર્યો છે અને તેના બિલાડી (શીબા) ની તસવીર તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે.