AIIMSના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ જણાવ્યું કે, ભારતમાં બીજી લહેર પીક પર હોવા છતાં આપણે હજુ હર્ડ ઈમ્યુનિટીની નજીક નથી પહોંચ્યા. દિલ્હીમાં કોરોનાના કારણે સૌથી ખરાબ સ્થિતિ જોવા મળી છે. અહીં વાઈરસ એટલો ફેલાઈ ગયો છે કે, લોકોને લાગે છે કે હર્ડ ઈમ્યુનિટી વાળું સ્ટેજ આવી ગયું છે. સીરો સર્વેમાં પણ જોવા મળ્યું હતું કે, 50થી 60 ટકા લોકો એન્ટીબોડિ હતા. તે આંકડા જોઈને લાગતું હતું કે, દિલ્હીમાં હર્ડ ઈમ્યુનિટી આવી ગઈ છે. પરંતુ હકીકતમાં એવું નથી. અત્યારે પરિસ્થિતિ એકદમ બદલાઈ ગઈ છે.
વિશ્વ સ્વાસ્થય સંગઠન (WHO)એ ચેતવ્યા છે કે, દેશમાં કોરોનાની વેક્સિનેશન કાર્યક્રમ શરૂ રહેશે તો પણ આ વર્ષે હર્ડ ઈમ્યુનિટી થવાની શક્યતા ખૂબ ઓછી છે. WHOના વૈજ્ઞાનિક ડૉ. સૌમ્યા સ્વામીનાથને જણાવ્યું છે કે, અત્યારે મહામારીને ટક્કર આપવા સોશિયલ ડિસ્ટન્સિંગ અને ગાઈડલાઈનનું પાલન કરવું ખૂબ જરૂરી છે. ભારત સહિત ઘણાં દેશોમાં વેક્સિનેશન કાર્યક્રમ શરૂ થઈ ગયો છે. પરંતુ તેનાથી જ 2021માં પોપ્યુલેશન ઈમ્યુનિટી અથવા હર્ડ ઈમ્યુનિટી આવી જવાની શક્યતા ખૂબ ઓછી છે.
સોમવારે સરકારે જાહેરાત કરી હતી કે દેશના 13 રાજ્યોમાં કેસ ઘટવા માંડ્યા છે. પરંતુ ગુરુવારે જ ફક્ત કોરોનાના રેકોર્ડ કેસ સામે આવ્યા છે. આ કેવી આંકડાની માયાજાળ છે? છેવટે, રાજ્યોમાં અચાનક કેસ કેવી રીતે કેસ ઘટવા લાગ્યા? માત્ર એક ઉદાહરણ આને સ્પષ્ટ કરે છે. ગયા અઠવાડિયે, શનિવારે 19.5 લાખ ટેસ્ટ થયા હતા. જ્યારે, તે સોમવારે ઘટીને 15 લાખ થઈ ગયા. જો હવે ટેસ્ટિંગમાં જ ઘટાડો હોય તો કોરોનાના કેસમાં પણ ઘટાડો જ. જે રાજ્યોમાં ટેસ્ટિંગમાં મોટો ઘટાડો કરવામાં આવ્યો છે તેમાં ગુજરાત, છત્તીસગઢ, પંજાબ અને તેલંગાણા છે. અહીં ટેસ્ટિંગ મુજબ કેસોમાં પણ ઘટાડો થયો હતો. આ જ કારણ છે કે જ્યારે ગુરુવાર સુધી આ રાજ્યોમાં ફરીથી ટેસ્ટિંગ વધ્યું, ત્યારે કેસ પણ વધ્યા.ડેટા અંગેની અસ્પષ્ટતા વચ્ચે, નિષ્ણાતો માને છે કે કેસમાં નાના એવા ઘટાડાથી ખુશ થવું બહુ ઉતાવળભર્યું હશે. આ સાથે તેમણે ટેસ્ટિંગ વધારવાનું પણ જણાવ્યુ છે.