Friday, November 22, 2024

જાણો GSHSEB 10 અને 12 ની બોર્ડની પરીક્ષા ક્યારે લેવામાં આવશે?

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

કેન્દ્ર સરકારની કોરોનાની ગાઈડલાઈન્સ મુજબ, શાળાઓ શરૂ કરવા માટે રાજ્ય સરકારે તૈયારીઓ શરૂ કરી લીધી છે. આ સાથે જ ગુજરાતમાં શાળાઓ ખોલવાનો અને પરીક્ષા મુદ્દે કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો. શિક્ષણમંત્રી ભુપેન્દ્ર સિંહ ચુડાસમાએ આ અંગેની જાહેરાત કરી હતી. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ મે માસમાં ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ લેશે. આ સાથે જ પરીક્ષાની સંપૂર્ણ ડેટ શીટ આવતા અઠવાડિયે બહાર પાડવામાં આવશે. ઉલ્લેખનીય છે કે બોર્ડ 10 અને 17 મે આ બે તારીખ પર વિચારણા કરી રહ્યું છે. આ સાથે, આગામી સપ્તાહ સુધીમાં ડેટશીટ જાહેર કરવાની પણ સંભાવના છે. આ વર્ષે 10 મા વર્ગની બોર્ડની પરીક્ષા માટે આશરે 10.5 લાખ ઉમેદવારોની અપેક્ષા છે, જ્યારે 12 ધોરણમાં સામાન્ય પ્રવાહમાં આશરે 5.30 લાખ ઉમેદવારોનો સમાવેશ કરવામાં આવશે. 1.50 લાખ વિદ્યાર્થીઓ 12માં ધોરણની વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા આપશે. બોર્ડ દ્વારા અગાઉ અભ્યાસક્રમમાં 30% ઘટાડો કરવાની જાહેરાત કરી હતી અને કોવિડ -19 સંક્રમણને કારણે અભ્યાસના નુકસાનની ભરપાઇ માટે પરીક્ષાની રીત પણ બદલી હતી. તે જ સમયે, આ વર્ષે સામાજિક અંતરના નિયમોનું પાલન કરવા પરીક્ષા કેન્દ્રોની સંખ્યા 5,500 થી વધારીને 6,700 કરવામાં આવશે. આ પરીક્ષા કેન્દ્રોની સંખ્યા આ વર્ષે 60,000 થી વધારીને 75,000 કરી શકે છે. લગભગ 60% પરીક્ષા કેન્દ્રો ગ્રામીણ વિસ્તારોમાં આવે છે. ચૂડાસમાએ વધુમાં કહ્યું હતું કે આગામી સમયમાં અન્ય ધોરણો શરૂ કરવા બાબતે પણ વિચારણા કરાશે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર