Tuesday, December 3, 2024

WhatsApp પ્રાઇવસી : પોલિસી સ્વીકાર નહિ કરનાર માટે કંપનીનું મોટું નિવેદન, જાણો શું કહ્યું ?

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ભારત સહિત તમામ દેશોમાં 15 મેથી વોટ્સએપની પ્રાઇવસી પોલિસી અમલમાં આવી છે, જોકે યુરોપમાં વોટ્સએપની પ્રાઇવસી પોલિસી લાગુ પડતી નથી. થોડા દિવસો પહેલા વોટ્સએપે કહ્યું હતું કે નવી પ્રાઇવસી પોલિસી સ્વીકારતા ન હોય તેવા યુઝર્સને તે કેટલાક ફીચર્સથી વંચિત રાખશે અને 120 દિવસ સુધી એક્ટિવ ન થયા બાદ એકાઉન્ટ પણ ડિલીટ કરી દેવામાં આવશે. હવે તેમની પોલિસીને લઈને વોટ્સએપ તરફથી એક નવું નિવેદન સામે આવ્યું છે જેમાં યુઝર્સને ફાયદો છે. તમને જણાવી દઇએ કે તમામ વિવાદ બાદ વોટ્સએપે તાજેતરમાં ભારત સરકારની નવી ગાઇડલાઇન સ્વીકારી છે. અગાઉ કંપનીએ કહ્યું હતું કે સરકારની ગાઇડલાઇન વપરાશકર્તાઓના ગોપનીયતાના અધિકારને ખતમ કરનારી છે. ચાલો સમજીએ કે જો તમે વોટ્સએપ પોલિસી નહીં સ્વીકારો તો તમારા એકાઉન્ટનું શું થશે?

વોટ્સએપે અગાઉ શું કહ્યું હતું ?
વોટ્સએપે કહ્યું હતું કે નવી ગોપનીયતા નીતિ સ્વીકારનારા વપરાશકર્તાઓના એકાઉન્ટ ડિલીટ કરવામાં આવશે નહીં, પરંતુ મેસેજ અને કોલ સહિતની કેટલીક સેવાઓ બંધ કરવામાં આવશે. અગાઉ કંપનીએ કહ્યું હતું કે, જે યુઝર્સે પ્રાઇવસી પોલિસી સ્વીકારી નથી તેમના એકાઉન્ટ ડિલીટ કરી દેવામાં આવશે. આ ઉપરાંત કોઈ એકાઉન્ટ ડિલીટ કરવામાં આવશે નહીં, પરંતુ જે વપરાશકર્તાઓ ‘ઘણા અઠવાડિયા’ પછી શરતો સ્વીકારતા નથી તેઓ તેમની ચેટ લિસ્ટ જોઈ શકશે નહીં. અંતે, તેમની એપ્લિકેશન પર ફોન કૉલ્સ અથવા વીડિયો કોલનો જવાબ આપવા માટે સુવિધાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવશે.

વોટ્સએપનું નવું સ્ટેટમેન્ટ શું છે?
વોટ્સએપે ધ વર્જને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે નવી ગોપનીયતા નીતિ સ્વીકારતા નથી તેવા વપરાશકર્તાઓની સેવાઓ મર્યાદિત રહેશે નહીં. બીજા શબ્દોમાં કહીએ તો, જો તમે નવી પોલિસી સ્વીકારશો નહીં, તો પણ કંપની તમારા માટે કોઈ ફીચર બંધ નહીં કરે, જ્યારે કંપનીએ અગાઉ કહ્યું હતું કે જે લોકો પોલિસી સ્વીકારતા નથી તેમના કેટલાક ફીચર્સ ધીમે ધીમે બંધ કરવામાં આવશે.

વોટ્સએપના એક પ્રવક્તાએ જણાવ્યું હતું કે નવી નીતિ સ્વીકારતા નથી તેવા વપરાશકર્તાઓના એપ્લિકેશનના ફીચર્સમાં કાપ મૂકવામાં આવશે નહીં. તેઓ આજે જે રીતે એપના તમામ ફીચર્સનો ઉપયોગ કરી રહ્યા છે તેવી જ રીતે આગળ પણ એપની તમામ સુવિધાઓનો ઉપયોગ કરી શકશે. પ્રવક્તાએ જણાવ્યું હતું કે, તમામ અધિકારીઓ અને પ્રાઇવસી એક્સપર્ટ સાથેની વાતચીતના આધારે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

વોટ્સએપે સ્પષ્ટપણે જણાવ્યું છે કે તે નવી નીતિ સ્વીકારવા માટે વપરાશકર્તાઓને નોટિફિકેશન આપવાનું ચાલુ રાખશે. કંપનીએ એમ પણ કહ્યું છે કે મોટાભાગના વપરાશકર્તાઓએ ગોપનીયતા નીતિ સ્વીકારી છે. તમને જણાવી દઇએ કે વોટ્સએપે કહ્યું છે કે તે નવી પોલિસી હેઠળ વોટ્સએપ બિઝનેસ એકાઉન્ટ ડેટા ફેસબુક સાથે શેર કરશે.

 

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર