વોટ્સએપની નવી પ્રાઇવેસી પૉલિસી 8 ફેબ્રુઆરીથી અમલમાં આવવાની હતી, પરંતુ વિવાદ બાદ કંપનીએ પ્રાઇવેસી મે સુધી મુલતવી રાખી હતી. હવે ફરીથી વોટ્સએપે ગોપનીયતા નીતિ અંગે એક જાહેરનામું બહાર પાડ્યું છે, જે મુજબ 15 મે 2021 થી વોટ્સએપની ગોપનીયતા નીતિ લાગુ કરવામાં આવશે. મેમાં લાગુ થનારી વોટ્સએપ પોલિસીને લઈને પણ વિવાદ શરૂ થઈ ગયો છે, કારણ કે જો 15 મે સુધીમાં નવી વોટ્સએપ પોલિસી સ્વીકારવામાં નહિ આવે તો તે પછી કોઈ મેસેજ મોકલી શકાશે નહીં અથવા પ્રાપ્ત કરી શકાશે નહીં. વોટ્સએપે કહ્યું છે કે વપરાશકર્તાઓ શરતો સ્વીકારશે નહીં ત્યાં સુધી કોઈ સંદેશ મોકલવા અથવા પ્રાપ્ત કરી શકશે નહીં. જેઓ નવી શરતોને સ્વીકારતા નથી તેઓ તેમનું એકાઉન્ટ ઇનએક્ટિવ જોશે અને ઇનએક્ટિવ એકાઉન્ટ 120 દિવસ પછી ડીલીટ થઇ જશે. શરતો સ્વીકારવા માટે, કંપની દર થોડા દિવસે નોટિફિકેશન આપવાનું ચાલુ રાખશે અને તે પછી તે બંધ પણ થઈ જશે. નવી શરતોનો મોટાભાગનો વિરોધ ભારતમાં છે કારણકે ભારતમાં પણ વોટ્સએપનો વપરાશ સૌથી વધુ છે. લોકો નવી નીતિથી નારાજ છે કેમ કે વોટ્સએપ હવે તેની પેરેન્ટ કંપની ફેસબુક સાથે વધુ ડેટા શેર કરવાની યોજના બનાવી રહ્યું છે, જોકે વોટ્સએપએ સ્પષ્ટ કરી દીધું હતું કે આવું નહીં થાય, જો કે આ અપડેટ ખરેખર બિઝનેસ એકાઉન્ટ સાથે જોડાયેલું છે. વોટ્સએપ ફેસબુક સાથે પહેલેથી જ કેટલીક માહિતી શેર કરે છે, જેમ કે વપરાશકર્તાઓના આઇપી સરનામાં (તે ઇન્ટરનેટથી કનેક્ટ થતા દરેક ડિવાઇસ સાથે સંકળાયેલા નંબરોનો ક્રમ છે, તેનો ઉપયોગ કોઈ ડિવાઇસનું સ્થાન શોધવા માટે પણ થઈ શકે છે) અને પ્લેટફોર્મ દ્વારા ખરીદી વિશેની જાણકારી પણ પહેલેથી શેર કરે છે., પરંતુ યુરોપ અને યુકેમાં આમ થતું નથી, કારણ કે આ દેશોમાં વિવિધ ગોપનીયતા કાયદા છે. જણાવી દઈએ કે વ્હોટ્સએપની નવી ગોપનીયતા નીતિની ઘોષણા પછી, ટેલિગ્રામ અને સિગ્નલ જેવી એપ્સ ડાઉનલોડ કરવામાં ખૂબ જ મોટો વધારો જોવા મળ્યો છે. જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં, ભારતમાં 25 કરોડથી વધુ લોકોએ સિગ્નલ ડાઉનલોડ કર્યું છે. તે જ સમયે, લાખો લોકોએ તેમના વોટ્સસએપ એકાઉન્ટને ટેલિગ્રામ પર સ્થાનાંતરિત કર્યું છે.