આજે લગભગ દરેક લોકો સોશિયલ મીડિયા પર સક્રિય છે. ભારતના જ 1.75 કરોડ લોકો ટ્વિટરનો ઉપયોગ કરે છે. આ સાથે જ, ફેસબુક વપરાશકારોની સંખ્યા 41 મિલિયનને વટાવી ગઈ છે. સોશિયલ મીડિયા યુઝર્સમાં મહિલાઓનો પણ સમાવેશ થાય છે અને તેઓ અન્ય લોકોની જેમ તેમના મિત્રો સાથે તેમના મંતવ્યો પણ શેર કરે છે, પરંતુ જો તમને પૂછવામાં આવે કે સોશિયલ મીડિયા પર મહિલાઓ કયા મુદ્દા પર સૌથી વધુ વાત કરે છે, તો પછી કદાચ તમારી પાસે કોઈ જવાબ નહિ હોય. ટ્વિટરે મહિલા દિવસ પહેલા જ એક સર્વે હાથ ધર્યો છે જેમાં મહિલાના ટ્વીટ્સ અને મુદ્દાઓ વિશે અભ્યાસ કરવામાં આવ્યો છે. ટ્વિટરના આ સર્વેમાં 700 મહિલાઓએ ભાગ લીધો છે, જેમના 5,22,992 ટ્વીટ્સનો અભ્યાસ કરવામાં આવ્યો છે. મહિલાઓના ટ્વીટનો દેશના 19 શહેરોમાં નવ કેટેગરીમાં અભ્યાસ કરવામાં આવ્યો છે. આ સર્વેમાં જાન્યુઆરી 2019 થી ફેબ્રુઆરી 2020 વચ્ચે કરવામાં આવેલ ટ્વીટ્સ શામેલ છે.
ટ્વિટર ઇન્ડિયાના આ સર્વેમાં ખુલાસો થયો છે કે ભારતની મોટાભાગની મહિલાઓ ફેશન વિશે સૌથી વધારે વાતો કરે છે. સર્વે રિપોર્ટ અનુસાર, 24.9 ટકા મહિલાઓ પેશન (ફેશન, બુક્સ, બ્યુટી, મનોરંજન અને ફૂડ) વિશે વાત કરે છે. બીજી તરફ, કરંટ અફેયર 20.8 ટકા, સેલિબ્રિટીની પળો વિશે 14.5 ટકા, સમાજ વિશે 11.7 ટકા અને સામાજિક પરિવર્તન વિશે 8.7 ટકા મહિલાઓ દ્વારા ટ્વિટ કરવામાં આવે છે, જોકે આ સેલિબ્રિટીની ખાસ પળોની બાબતમાં સૌથી વધુ વાત કરવામાં આવી રહી છે. સેલિબ્રિટી સંબંધિત ટ્વીટ્સને વધુ લાઇક્સ અને પ્રતિસાદ મળે છે. ટ્વિટરના આ સર્વેમાંથી એક આશ્ચર્યજનક અને ચિંતાજનક માહિતી પણ બહાર આવી છે અને તે છે કે માત્ર 11.7 ટકા મહિલાઓ એકબીજા સાથે જોડાવા માંગે છે. આ મહિલાઓના એકાઉન્ટ્સમાંથી સૌથી વધુ ટ્વીટ્સ #WomenInScience, #WomenInTech, #WomenInMarketing અને #GirlGamers સાથે કરવામાં આવ્યા છે.