મુંબઈ પોલીસે બોલીવુડના કલાકાર ટાઇગર શ્રોફ અને દિશા પટની વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે. સમાચાર એજન્સી એએનઆઈના અહેવાલ મુજબ, બંને કોરોનાના નિયમોનું ઉલ્લંઘન કરતા પકડાયા હતા. આ મામલે માહિતી આપતા મુંબઇ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ટાઇગર શ્રોફ અને દિશા પટની બપોરે 2 વાગ્યા પછી કોઈ કારણ વગર ફરતા દેખાયા હતા. કોઈ પણ માન્ય કારણ વગર જાહેર સ્થળે ફરતા બંનેએ કોરોના નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું. કોરોનાને કારણે કારણ વગર ફરવા પર પ્રતિબંધ હોવા છતાં, દિશા અને ટાઇગર બંને મંગળવારે બપોરે બાંદ્રા બસ સ્ટેશનના ચક્કર લગાવી રહ્યા હતા. તે દરમિયાન પોલીસએ તેમને અટકાવ્યા હતા.તેઓ બહાર નીકળવાનું કોઈ ચોક્કસ કારણ આપી શક્યા નહોતા. પરંતુ ત્યારે પોલીસે ડોક્યુમેન્ટ્સ ચેક કરીને તેમને છોડી દીધા હતા.પોલીસ અધિકારીએ ભારતીય દંડ સહિતાની કલમ 188 હેઠળ ગુનો નોંધ્યો હતો. હવે પોલીસે તમામ પાસાઓની તપાસ કર્યા બાદ બંને સામે FIR દાખલ કરી દીધી છે. ત્યારે આ દરમિયાન સોશિયલ મીડિયા પર દિશા પટની અને ટાઇગર શ્રોફનાં લોકડાઉન વચ્ચે ફરવા જવાના સમાચારને લઈને ટાઈગર શ્રોફની માતા આયેશા શ્રોફ ભડકી. કોવિડ -19 ને કારણે લોકોની સલામતીને ધ્યાનમાં રાખીને, મહારાષ્ટ્ર સરકારે માર્ગદર્શિકા જારી કરી હતી. જ્યાં ફક્ત પસંદગીની દુકાન જ સવારે 7 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી ખોલવાનો આદેશ આપવામાં આવ્યો છે. જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં હજી પણ લોકડાઉન ચાલી રહ્યું છે, પરંતુ કેરોનાના કેસો ઓછા જોવા મળ્યા છે ત્યાં ઉદ્ધવ સરકારે લોકડાઉનમાં રાહતની ઘોષણા કરી છે. ટાઇગર શ્રોફની વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો તે ટૂંક સમયમાં ‘ગણપત’માં જોવા મળશે. ક્રિતી સનન આ ફિલ્મમાં તેની સાથે જોવા મળશે, પહેલા પણ બંને ફિલ્મ ‘હિરોપંતી’માં સાથે જોવા મળ્યા હતા.