અનોખી પહેલ: લગ્ન પ્રસંગની શુભ શરૂઆત પ્રભુ શ્રીરામની મહાઆરતીથી કરાશે
મોરબીનો ચાડમિયા પરિવાર આગામી 22મીએ દીકરીના લગ્નપ્રસંગની શુભ શરૂઆત પ્રભુ શ્રી રામની મહાઆરતી સાથે કરી ને પ્રભુ શ્રી રામ પ્રત્યેની ભાવના પ્રગટ કરશે
આવતી કાલ 22 જાન્યુઆરીએ અયોધ્યામાં નવનિર્મિત રામમંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે જેને લઈને સમગ્ર દેશ અને દુનિયા રામમય બની ગઈ છે ત્યારે લોકો સ્વયંભૂ પોત પોતાની લાગણીઓ દર્શાવી રહ્યા છે. ત્યારે મોરબીમાં પણ 22મી જાન્યુઆરીએ આનંદ પાર્ટી પ્લોટમાં ચાડમીયા પરિવારના આંગણે દીકરીનો લગ્ન પ્રસંગ હોય આ રૂડા અવસરની શુભ શરૂઆત પ્રભુ શ્રીરામની મહાઆરતી સાથે કરવામાં આવશે. મૂળ ખરેડા હાલ મોરબી નિવાસી જોસનાબેન તથા રસિકભાઈ ચતુરભાઈ ચાડમિયાની પુત્રી શ્રેણીના શુભ લગ્ન મૂળ રવાપર હાલ મોરબી નિવાસી ભાવનાબેન તથા ભુપેન્દ્રભાઈ સંતોકીના પુત્ર જીત સાથે તારીખ 22/01/2024ને સોમવારના રોજ નિરર્ધાર્યા હોય ત્યારે આ લગ્ન ઉત્સવની શરૂઆત પ્રભુ શ્રીરામની આરતી સાથે કરવામાં આવશે. લગ્નમાં આવેલા તમામ મહેમાનોના હાથમાં દીવડા આપી પ્રભુ શ્રી રામના જય જયકાર સાથે ભગવાન રામની આરતી કરવામાં આવશે.