ઠંડીનો રાઉન્ડ આવશે:વાતાવરણમાં પલટા સાથે માવઠાની પણ સંભાવના
હાલમા છેલ્લા બે-ત્રણ દિવસથી લઘુત્તમ તાપમાનમાં વધારો થવાને કારણે લોકો ઠંડીની જગ્યાએ ગરમીનો અનુભવ કરી રહ્યાં છે. પણ હજુ રાજ્યમાંથી શિયાળાએ વિદાય નથી લીધી
રાજ્યમાં પવનોની દિશા બદલાવાને કારણે લોકોને ઠંડીથી થોડી રાહત મળી છે. ગુજરાતમાં પૂર્વથી દક્ષિણ પૂર્વ તરફના પવનો ફૂંકાઈ રહ્યાં છે.ત્યારે રાજ્યના હવામાનમાં પલટો આવશે તેની આગાહી અંબાલાલ પટેલે કરી છે.
ગુજરાતમાં 27થી 29 જાન્યુઆરી દરમિયાન કેટલાક ભાગમાં માવઠું પડી શકે છે. અંબાલાલે આગાહી કરતા જણાવ્યું છેકે 21થી 30 જાન્યુઆરી વચ્ચે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં ભેજને કારણે ગુજરાતના હવામાનમાં પલટો આવશે. રાજ્યમાં ફરી ઠંડી વધશે. જાન્યુઆરી અને ફેબ્રુઆરીની શરૂઆતમાં કડકડતી ઠંડી નો અનુભવ થઈ શકે