Tuesday, September 24, 2024

હળવદ: પીવાના પાણીની પાઈપલાઈનમા ભંગાણ કરી પાણી ચોરી કરતા 52 શખ્સો વિરુદ્ધ ફરીયાદ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હળવદ : હળવદ વિસ્તારમાં સરકારી પીવાના પાણીની પાઈપલાઈનમા ગેરકાયદેસર રીતે ભંગાણ કરી આરોપીઓએ અલગ અલગ જગ્યાએ સરકારી મિલકતને નુકસાન કરી પાણીની ચોરી કરતા 52 શખ્સો વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ પ્રથમ ફરીયાદ સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના રાજસિતાપુરમા રહેતા અને કન્ટ્રક્ટસનનો ધંધો કરતા મનસુખભાઇ છગનભાઇ મારૂએ આરોપી (૧) પવનસુત પોલીમસ હળવદ ના કબ્જેદાર તથા નં (૨) નસીબભાઈ સુરેશભાઈ નાડીયા (૩) ખીમાભાઈ બચુભાઈ નાડીયા (૪) કૈલાસ મારવાડી જી.ઈ.બી.કોન્ટ્રાક્ટર (૫) માવજી કાનજી પ્રજાપતી (૬) કિશોરભાઈ રોહીત (૭) ચતુરભાઈ મહારાજ (૮) કાનાભાઈ શીવાભાઈ દેવીપુજક (૯) ધારાભાઈ મોહનભાઈ જબાડીયા (૧૦) કેશુભાઈ શંભુભાઈ દેવીપુજક (૧૧) રવાભાઈ કેશુભાઈ દેવીપુજક (૧૨) રમાભાઈ બાબુભાઈ દેવીપુજક (૧૩) હિરાભાઈ બાબુભાઈ દેવીપુજક (૧૪) મૈયલાભાઈ ધારાભાઈ દેવીપુજક (૧૫) જલાભાઈ ભરવાડ (૧૬) મુકેશભાઈ ભરવાડ (૧૭) અનિલભાઈ બચુભાઈ મકવાણા (૧૮) રમેશભાઈ કાનજીભાઈ ઠાકોર (૧૯) પુનમભાઈ દેવાભાઈ નાડીયા (૨૦) શીવાભાઈ મણીભાઈ મકવાણા (૨૧) જીતુભાઈ રામજીભાઈ નાડીયા (૨૨) અરવિંદભાઈ ભગુભાઈ નાડીયા (૨૩) દિનેશભાઈ ભગુભાઈ નાડીયા (૨૪) દિલીપ ભગા ઠાકોર (૨૫) સંજયભાઈ ગોરધનભાઈ (૨૬) સાંદિપની હોસ્ટેલ તથા સાંદિપની સ્કુલના કબ્જેદાર (૨૭) એન્ટ્રેલીયા કંપનીના કબ્જેદાર (૨૮) બેસ્ટ એગ્રો હળવદ ના કબ્જેદાર (૨૯) એવરેસ્ટ પ્રોટીન હળવદ હાઈવેના કબ્જેદાર (૩૦) સલીમા એક્ટપોટના કબ્જેદાર (૩૧) જય વડવાળા ફાર્મ (૩૨) નરેશભાઈ નટવરભાઈ હળવદ હાઈવે વાડી (૩૩) ભાવેશભાઈ મોહનભાઈ વાડી(૩૪) બાજુભાઈ જેસીગભાઈ (૩૫) રાજુભાઈ સિંધભાઈ દેવીપુજક (૩૬) ભનાભાઈ સિંધાભાઈ દેવીપુજક (૩૭) વશરામભાઈ સિંધાભાઈ (૩૮) સિધાભાઈ જેસીગભાઈ દેવીપુજક (૩૯) સિધાભાઈ મલ્લાભાઈ દેવીપુજક વિરૂદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્રારા એન.સી.ડી-૪ ના ગૃપ ૯,૧૦,૧૧ જુથ યોજનાના હળવદ તાલુકાના ૨૪ ગામ અને બે પરામાં પીવાના પાણીનુ વિતરણ અને મરામતની નિભાવવાની કામગીરી મારૂ કન્ટ્રકસન દ્રારા કરવામાં આવતી હોય સદર યોજનામાં હળવદથી વેગડવાવ તથા હળવદથી દેવળીયા થઈ સુરવદર સરકારી પીવાના પાણીની પાઈપ લાઈનમાં આરોપીઓએ અલગ અલગ જગ્યાએ ગેરકાયદેસર ભંગાણ કરી અનઅધિકૃત જોડાણ કરી સરકારી મીલકતને નુકશાન કરી પાણીની ચોરી કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

જ્યારે બીજી ફરીયાદ રાજકોટ સંસ્કાર સીટી મવડી બાયપાસ રોડ રામદણ આશ્રમની બાજુમાં રહેતા અને કન્ટ્રક્ટસનનો ધંધો કરતા વિપુલભાઈ શામજીભાઇ વેકરીયા (ઉ.વ.૪૩) એ આરોપી (૧) પ્રવિણભાઈ બાવરવા સાબુની ફેક્ટરી ગામ-ઘનશ્યામગઢ તથા નં (૨) પ્રવિણભાઈ ત્રિકમભાઈની વાડી ગામ-અજીતગઢ (૩) હિરણભાઈ રબારીની વાડીએ ગામ-ખોડ (૪) હરેશભાઈ દિલુભાઈ કુરીયા ગામ-મિયાણી (૫) વિપુલભાઈ રણછોડભાઈ રંભાણી ગામ-મિયાણી (૬) બાબુભાઈ ગણેશભાઈ પટેલ લીબુનો બગીચો ગામ-અજીતગઢ (૭) ભિખાભાઈ મનજીભાઈ પટેલ વાડી ગામ-અજીતગઢ (૮) નારણભાઈ ભુદરભાઈ દલવાડીની વાડી ગામ-જુના અમરાપર (૯) સંધાભાઈ ભુદરભાઈ દલવાડીની વાડી ગામ-મિયાણી (૧૦) નાથાભાઈ આહીરની વાડી ગામ-મિયાણી (૧૧) અજયભાઈ ભરવાડ રેતી પ્લાન્ટ ગામ-મિયાણી (૧૨) હિતેશભાઈ પટેલ સિમેન્ટના થાભલાનુ કારખાનુ ગામ-અજીતગઢ (૧૩) ચતુરભાઈ માંડણભાઈ રંભાણી વાડી ગામ-ચાડધ્રાવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે સ્ટ્રલીંગ ઈન્ફ્રાસ્ટ્રકચર એજન્સીને ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્રારા બ્રાહ્મણી-૨ ડેમ એન.સી.ડી-૪ સુધારણા અન્વયે હળવદ વિસ્તારના બ્રાહ્મણી-૨ ડેમ વિસ્તારમાં આવતા ગામડાઓમાં પીવાના પાણીનુ વિતરણ અને મરામતની નિભાવણીનુ સ્ટ્રલીગ ઈન્ફ્રાસ્ટ્રકચર એજન્સીદ્રારા કરવામાં આવતી હોય સદર યોજનામાં ખેતાવાવથી મિયાણી ગામ થઈ જોગડ અને નવા ઘાટીલા જતી સરકારી પીવાના પાણીની પાઈપ લાઈનમાં આરોપીઓએ અલગ અલગ જગ્યાએ ગેરકાયદેસર ભંગાણ કરી અનઅધિકૃત જોડાણ કરી સરકારી મીલકતને નુકશાન કરી પાણીની ચોરી કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પાણી ચોરી કરતા 52 શખ્સો વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ધિ પ્રિવિસન્સ ઓફ ડેમેજીસ ઓફ પબ્લીક પ્રોપટી એક્ટની કલમની ૩ તથા ઈ.પી.કો. કલમ ૪૩૦(BNS કલમ ૩૨૬ (એ) મુજબ) તથા ગુજરાત ઘર વપરાશ પાણી પુરવઠા (સંરક્ષણ અધિનિયમ) -૨૦૧૯ ની કલમ ૧૦(૧)(I), ૧૧(૬) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર