ખુલ્લા છિદ્રો ( ઓપન પોર્સ ) ત્વચાની એક મોટી સમસ્યા છે. જે ચહેરાના સૌંદર્યને ઘટાડે છે અને શક્ય તેટલી વહેલી તકે ધ્યાન આપવું જોઈએ. અરીસામા જોવામાં આવે ત્યારે ખુલ્લા છિદ્રો ચહેરા પર દેખાય છે? શું આ છિદ્રો ચહેરાની સુંદરતામાં ઘટાડો કરે છે? શું તમે તેનાથી બચવા માટે ઘરેલું ઉપાય શોધી રહ્યા છો? તો આ સમસ્યાના ઉકેલ માટે આ જરૂર વાંચો.
તમને માર્કેટમાં ઘણા પ્રકારના પીલ ઓફ માસ્ક મળશે. પરંતુ કેમિકલથી સમૃદ્ધ હોવાને કારણે તે ત્વચાને લાંબા સમય સુધી નુકસાન પહોંચાડે છે. આજે અમે તમને ઘરે પીલ ઓફ માસ્ક કેમ બનાવાઈ તેની જાણકારી આપીશું, જે તમને આ છીદ્રોથી છુટકારો મેળવવામાં મદદ કરશે. આ સિવાય તેનો ઉપયોગ કરવાથી તમારો ચહેરા પર ચમક દેખાશે અને ચહેરાના ડાઘ પણ ઓછા થશે. તો ચાલો જાણીએ પીલ ઓફ માસ્ક વિશે.
( 1 ) ઇંડા અને લીંબુના રસ થી બનેલ પીલ ઓફ માસ્ક
ઇંડાનું સફેદ પડ ત્વચાના છિદ્રોને દૂર કરે છે, જ્યારે લીંબુના રસમાં આલ્ફા હાઇડ્રોક્સિલ એસિડ હોય છે જે બ્લેકહેડ્સ અને અન્ય અશુદ્ધિઓને નરમાશથી દૂર કરીને ત્વચાને સાફ રાખવામાં મદદ કરે છે.
સામગ્રી
ઇંડા – 1
લીંબુનો રસ – 1 ચમચી
તેનો ઉપયોગ કેવી રીતે કરવો?
એક વાટકીમાં ઇંડાનું સફેદ પડ લો. તેમાં લીંબુનો રસ નાખો. આ ,મિશ્રણને આંખોના ભાગને છોડીને તેને તમારા ચહેરા પર લગાવો. આ પેસ્ટને 25-30 મિનિટ માટે તમારા ચહેરા પર રહેવા દો. એકવાર તે સુકાઈ જાય પછી, માસ્કની છાલને ધીમે ધીમે ઉખેડી કાઢો અને સ્વચ્છ પાણીથી મોઢું ધોઈ લો.
( 2 ) દૂધ અને જિલેટીન થી બનેલ પીલ ઓફ માસ્ક
જિલેટીનથી બનેલા હોમમેઇડ માસ્ક તમારા છિદ્રો સાથે બ્લેકહેડ્સ દૂર કરીને તમને ગ્લોઇંગ ત્વચા આપે છે.
સામગ્રી
કાચું દૂધ – 1 ચમચી
જિલેટીન – 1 ચમચી
તેનો ઉપયોગ કેવી રીતે કરવો?
એક વાટકીમાં કાચુ દૂધ અને જિલેટીન બંનેને મિક્સ કરો. તેને 5 થી 10 સેકંડ માટે માઇક્રોવેવમાં ગરમ કરો. જેલીની જેમ તે મિશ્રણ જાદુ થાય ત્યાં સુધી તેને ઠંડુ થવા દો. તૈયાર થયેલ પેસ્ટને પછી તમારા ચહેરા પર બ્રશથી લગાવો. તેને 10-15 મિનિટ સુધી સૂકવવા દો અને સુકાય જાય પછી ધીમે ધીમે માસ્કની છાલને ઉખેડી લો.
પીલ ઓફ માસ્કના ફાયદા
તમારી ત્વચાને ચમકદાર બનાવવા ઉપરાંત, પીલ ઓફમાસ્કના ઘણા ફાયદા છે. પીલ-ઓફ માસ્ક રક્તને વધુ સારી રીતે પરિભ્રમણ કરવામાં મદદ કરે છે, ત્વચાની ઊંડાણથી સફાઇ કરે છે. અને બ્લેક-હેડ્સ અને મૃત ત્વચાના કોષોને દૂર કરવામાં મદદ કરે છે. આ માસ્ક ત્વચાના મૃત કોષોને દૂર કરે છે અને ત્વચાને મુલાયમ અને ચમકદાર બનાવે છે. માસ્કની છાલ ત્વચામાંથી વધારાના તેલને શોષવામાં મદદ કરે છે જેથી તૈલી ત્વચાની સમસ્યા દૂર થાય છે. જેનાથી ચહેરા પર કુદરતી નિખાર આવે છે.