Monday, September 30, 2024

વાંકાનેરની રાતી દેવળી શાળામાં જાજરમાન પ્રવેશોત્સવ સંપન્ન

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

રાતીદેવડી શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવમાં મહેમાનોને સાફા બંધાવી નમૂનેદાર આયોજન

 

વાંકાનેર શહેરની પાધરમાં જ શાળા આવેલી હોવા છતાં ખાનગી શાળામાં પ્રવેશ મેકવવાના બદલે 95 પંચાણું બાળકોએ ધો.1 માં પ્રવેશ મેળવ્યો

મોરબી જિલ્લામાં સમગ્ર ગુજરાતની સાથે સાથે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવેલ છે જેમાં વાંકાનેરની ભાગોળે જ આવેલી રાતી દેવળી શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ભવ્ય અને દિવ્ય ઉજવણી કરવામાં આવી જેમાં શાળાના વિદ્યાર્થીઓ માટે દાતાઓ તરફથી શાળાના દરેક વિદ્યાર્થીઓ શૈક્ષણિક કીટ તેમજ પરિક્ષામાં એકથી ત્રણ નંબર પ્રાપ્ત કરનાર એન.એમ.એમ.એસ.પરીક્ષામાં નંબર પ્રાપ્ત કરનારને ઇનામ તેમજ દાતાઓને સાલ ઓઢાડી સન્માનિત કરાયા હતા, તેમજ રૂટમાં ઉપસ્થિત સૌ મહેમાનોને કાઠિયાવાડની આગવી ઓળખ એવા સાફા બાંધી અદકેરું સન્માન કરાયું હતું, પ્રવેશોત્સવ રૂટમાં મયુરીબેન પ્રોગ્રામ ઓફિસર દિનેશભાઈ ગરચર ટીપીઈઓ તથા નાયબ ડીપીઈઓ, બી.એમ.સોલંકી ડીપીઓ અને ડીઈઓ,અશોકભાઈ સતાસીયા અધ્યક્ષ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ વાંકાનેર મયુરસિંહ પરમાર બી.આર.સી.કો.ઓર્ડીનેટર વાંકાનેર અને ગામના તેમજ તાલુકાના યુવા રાજકીય અગ્રણી મહાવીરસિંહ ઝાલા તેમજ પ્રવિણભાઈ સોંનગ્રા ચેરમેન જિલ્લા શિક્ષણ સમિતિ જિલ્લા પંચાયત મોરબી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.જેમને ત્રણ પુસ્તકો પણ લખ્યા છે અને શાળામાં ત્રીસ હજાર રૂપિયાનું દાન પણ આપેલ છે એવા પાયલબેન ભટ્ટે સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કર્યું હતું. શાળાના આચાર્ય રજીયાબેન તથા સમગ્ર શાળા પરિવાર દ્વારા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવને સફળ બનાવવામાં ખુબજ જહેમત ઉઠાવવામાં આવી હતી શાળામાં પ્રવેશોત્સવની ભવ્ય અને દિવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર